અમદાવાદઃ આ સપ્તાહ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા-જુદા પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં મુખ્યત્વે વૃક્ષારોપણ, દિવ્યાંગોની મદદ તેમ જ રક્તદાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજે ગોતા વોર્ડમાં સોલા ખાતે ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક કોર્પોરેટર ઉપરાંત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 48 વોર્ડમાં વોર્ડ દીઠ 70 વૃક્ષો રોપવામાં આવશે. આ ઉપરાંત આજે નિકોલ ખાતે પણ નિકોલ કેનાલ પાસે સ્થાનિક ધારાસભ્ય તેમજ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.