અમદાવાદ: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022 ) આવતીકાલે સવારે વહેલા નીકળી રહી છે. બપોર 12 વાગે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરીને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટ(Jagannath Temple Trust) દ્વારા 13 જેટલા ગજરાજ પૂજન કરવામાં આવ્યા હતું.
રથયાત્રાની આગેવાની ગજરાજ કરે છે - જગન્નાથ ભગવાનની યાત્રાની આગેવાની ગજરાજ કરે છે. દર વર્ષે રથયાત્રાના દિવસ પહેલા જગરાજનું પૂજન કરવામાં આવે છે. કોઈપણ શુભ કામ કરતા પહેલા ગણપતિની પૂજા કરીએ છીએ તેવી પરંપરાગત રીતે રથયાત્રાના આગળના દિવસે ગજરાજનું પૂજન કરવામાં આવે છે. રથાયાત્રા દિવસે ગજરાજ વિશેષ આભૂષણોથી શણગારવામાં આવતા હોય છે. ગજરાજ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવતું હોય છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ(Elephants front of the rathyatra) જ હોય છે.
આ પણ વાંચો: Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !
13 ગજરાજને આભૂષણથી શણગારવામાં આવ્યા - રથયાત્રામાં 13 ગજરાજને શણગારવામાં આવ્યા હતા. ગજરાજને ઝુલ, ઝાલર, સિર માલિશ, ઘંટી, અંબાળીથી શણગારવામાં આવ્યા હતા. મંદિરના મહંત અને યજમાનો દ્વારા ગજરાજોની પૂજા વિધિ(Worship of Gajrajas) કરવામાં આવી હતી. ગજરાજને શણગારેલા જોઈ ભક્તો પણ આનંદિત થઈ ગયા હતા. આ વર્ષ કોરોના મહામારી બાદ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.