- કોરોનાના કેસમાં સતત વધારો
- કોરોનાનો કેસનો આંકડો 1900ને પાર
- રાજ્યમાં કોરોનાના કારણે 7 ના મોત
આમદાવાદઃ છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં કોરોના ના 1961 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ રિકવરી રેટ ઘટીને 95.29 ટકા થઇ થયો છે. કોરોનાના કારણે આજે રાજ્યમાં 7 દર્દીઓના મોત પણ થયા છે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે જો વાત કરીએ તો આજની તારીખમાં રાજ્યમાં કુલ 9,372 એક્ટિવ કેસ છે. જેમાંથી 81 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તો 9,291 દર્દીઓની હાલત સ્થિર છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28,0285 દર્દીઓએ કોરોનાને માત આપી ચૂક્યા છે. તો 4473 દર્દીઓના કોરોનાના કારણે દુઃખદ અવસાન અત્યાર સુધીમાં થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ ?
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરતમાં 501, વડોદરામાં 164, રાજકોટમાં 146 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વે ક્સિનેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ડોઝમાં અત્યાર સુધીમાં 38,64,161 વ્યક્તિઓને અને બીજા ડોઝ અંતર્ગત 6,21,158 વ્યક્તિઓને રસીકરણ પૂર્ણ કરી દેવાયુ છે અત્યાર સુધીમાં રસીકરણને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી.