ETV Bharat / city

જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?

આજે ધનતેરસનો તહેવાર છે. ધનતેરસના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. આ દિવસે ભગવાન ઘનવંતરી સાગર મંથનમાંથી પ્રગટ થયા હતા. માટે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ધાતુઓથી બનેલા વાસણ સોના, ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે.

જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?
જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?
author img

By

Published : Nov 2, 2021, 1:02 AM IST

  • ભગવાન ધનવંતરીને વિષ્ણુનું જ એક રૂપ માનવામાં આવે છે
  • સમુદ્રમંથન દરમિયાન કળશમાં અમૃત લઇ તેઓ પ્રગટ થયા હતા
  • દાનવોને અમૃત ન મળે તે માટે મોહક રૂપ ધારણ કર્યું હોવાનો પૌરાણિક કથા

અમદાવાદ : હિન્દૂ પંચાંગમાં ધનતેરસના તહેવારનું મહત્વ ખૂબ જ પાવન છે. શાસ્ત્રો મુજબ ધનતેરસ ન માત્ર ધન-ધાન્ય સુધી સીમિત છે, પરંતુ સારા સ્વાસ્થ્ય અને ચારો દિશાઓમાં યશ અને કીર્તિ મેળવવા માટે પણ આ તહેવારનો એટલું જ મહત્વ છે. આસો વદ 12 અને મંગળવારે સમગ્ર ભારતમાં ધનપૂજા કરવામાં આવશે, ત્યારે આ દિવસનું શું મહત્વ છે ? કેમ માત્ર આજના જ દિવસે ધન પૂજા થાય છે. ભગવાનને આ દિવસે પ્રસન્ન કરવા માટે શું કરવું, તેને લઈને સોલા ભાગવતના વ્રજબિહારી શર્માએ જાણો શું કહ્યું...

જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?

શા માટે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે ?

ETV ભારત સાથે વાત કરતા વ્રજબિહારી શર્મા જણાવે છે કે, અમૃતની શોધમાં જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું, ત્યારે તેમાંથી 14 રત્નો બહાર આવ્યા હતા. આ રત્નોમાં એક રત્નરૂપે કાર્તિક વદ તેરસના દિવસે એક કળશ સાથે ભગવાન ધનવંતરી પણ પ્રગટ થયા હતા. ભગવાન ધનવંતરી ભગવાન વિષ્ણુનો જ અંશ માનવામાં આવે છે. આ જ દિવસે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

કઈ રીતે ભગવાનની પૂજા કરવી ?

આ દિવસે સ્નાન કરી એક બાજોટ ઉપર ભગવાનના સ્થાન માટે એક લાલ કપડું પાથરવું જોઈએ. તેના ઉપર એક મુઠ્ઠી ચોખા મૂકી તેના પર માતા લક્ષ્મીને બિરાજમાન કરવા જોઈએ. બાજુમાં જમણી તરફ કળશમાં પાંચ પાન ઉપર શ્રીફળ મુકી ભગવાન ધનવંતરીની પૂજા કરવી જોઈએ. નેવેદ્યમાં ડ્રાયફ્રુટ અને વિવિધ ફળોનો પ્રસાદ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. ભગવાનને કમલ નયનમ કહેવાયું છે, તેથી તેમને કમળ અર્પણ કરવું જોઈએ. આ દિવસે સોના ચાંદી ખરીદવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ. આ દિવસે સોના ચાંદીની ગાય, તુલસીની ચાંદીની માળા લેવી જોઈએ. આ દિવસે કેટલાક લોકો સવારણી પણ લેતા હોય છે.

ક્યાં મુહૂર્તમાં કરી શકાશે પૂજા

ધનતેરસની પૂજા માટેનું શુભ મુહૂર્ત સાંજે 7:15 થી લઈને રાત્રે 9:08 વાગે સુધીનો અને ત્યારબાદ રાત્રે 12:24 થી 4:06 સુધીનો રહેશે. આમ, બે મુહૂર્તમાં પૂજન વિધિ કરી શકાશે. આ દિવસે લોકો વાસણોની પણ ખરીદી કરે છે. જેમાં પૌરાણિક પરંપરા મુજબ તાંબા-પિત્તળના વાસણો ખરીદવાનો પણ એક રિવાજ છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.