ગાંધીનગરઃ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો 60મો જન્મદિવસ (CM Bhupendra Patel Birthday) છે. મુખ્યપ્રધાન અડાલજ ત્રિમંદિર જઈને દર્શન અર્ચનથી દિવસની શરૂઆત કરી હતી. તો મુખ્યપ્રધાનનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે જન્મ થયો હતો. તેમણે પોતાના અભ્યાસકાળ દરમિયાન વર્ષ 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિક કૉલેજથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ડિગ્રી પ્રાપ્ત કરી છે.
અભ્યાસકાળ દરમિયાન RSSમાં જોડાયા - અભ્યાસકાળ દરમિયાન જ તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં (Bhupendra Patel joined the Rashtriya Swayamsevak Sangh) જોડાયા હતા. જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય બનીને મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયા હોય તેવા ફક્ત ભુપેન્દ્ર પટેલ જ છે. જ્યારે કડવા પાટીદાર સમાજના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલનો ઉલ્લેખ થાય છે.
કારકિર્દીની શરૂઆત બિલ્ડર તરીકે કરી હતી - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા (Bhupendra Patel joined the Rashtriya Swayamsevak Sangh) બાદ તેમણે બિલ્ડર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે શરૂઆતના તબક્કામાં તેમણે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં અનેક બિલ્ડીંગો કોમર્શિયલ કોમ્પ્લેક્સ તૈયાર કર્યા હતા, પરંતુ વર્ષ 2000માં આવેલા ભૂકંપે તેમને આર્થિક રીતે પાયમાલ કરી દીધા હતા અને તેમણે તે સમયે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા. ત્યારથી જ આનંદીબેન પટેલનો સાથ સહકાર ભૂપેન્દ્ર પટેલને હંમેશાથી પ્રાપ્ત થયો છે.
અમદાવાદ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યું- વર્ષ 1995માં ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત મેમનગર નગરપાલિકાના સભ્ય બન્યા (Bhupendra Patel started political career from memnagar ) હતા અને તેઓ આ સભ્ય પદ પર વર્ષ 1995થી 2000 અને 2004થી 2006 સુધી રહ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 1999થી 2000 સુધી મેમનગર નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકેની નિયુક્ત થયા હતા. જ્યારે વર્ષ 2008થી વર્ષ 2010 દરમિયાન તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
થલતેજ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા - જ્યારે પ્રથમ વખત વર્ષ 2010ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં થલતેજ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 2010થી વર્ષ 2015 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે કાર્ય કર્યું હતું. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી છે.
આ પણ વાંચો- CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના આ વરિષ્ઠ નેતા સાથે કરી 'ચાય પે ચર્ચા'
આનંદીબેન પટેલની બેઠક પરથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડ્યા - વર્ષ 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ચૂંટાતા ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જ ઔડાના ચેરમેન તરીકે ભૂપેન્દ્ર પટેલને વર્ષ 2015થી 2017 સુધી નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં થયેલા પાટીદાર આંદોલન બાદ મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો-CM Bhupendra Patel in Chhotaudepur : બોડેલીમાં સીએમે લોકો પાસેથી સ્વયં જાણી વિનાશની વીતક
ભાજપે ઉમેદવાર તરીકે આપી પહેલી તક - ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આનંદનીબેન પટેલની પરંપરાગત ઘાટલોડિયા વિધાનસભાની બેઠક (Bhupendra Patel MLA from Ghatlodia Assembly Seat) પરથી ભૂપેન્દ્ર પટેલને પ્રથમ વખત ઉમેદવારી તરીકે ભાજપે તક આપી હતી અને સમગ્ર રાજ્યમાં 1,17,000 મતની સરસાઈથી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભામાં (Bhupendra Patel MLA from Ghatlodia Assembly Seat ) જીત મેળવી હતી.
વિજય રૂપાણી બાદ મુખ્યપ્રધાન તરીકે નિયુક્તિ થઈ - કોરોનાની બીજી લહેરમાં વિજય રૂપાણી સરકારની કામગીરીને ધ્યાનમાં લઈને કેન્દ્રના મહુડી મંડળ દ્વારા ગુજરાતમાં સરકાર બદલવાનું નિર્ણય કર્યો હતો અને 11 સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન પદ પરથી વિજય રૂપાણીનું રાજીનામું લેવાયું હતું. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત કરવામાં આવી અને મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ રાજભવન ખાતે મુખ્યપ્રધાન પદના શપથગ્રહણ (17th Chief Minister of Gujarat Bhupendra Patel) કર્યા હતા.
PMના નજીકના વ્યક્તિ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. આ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવ્યા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટથી રેલી યોજી હતી. તો રેલી દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે એક જ જીપમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત બીજી વખત જ્યારે વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. ત્યારે પણ વડાપ્રધાનની કારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દેખાયા હતા.
CM તરીકે વાત કરવાનું પસંદ છે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જનતાની વચ્ચે જઈને તેમની સાથે CM (કોમન મેન) તરીકે વાત કરવાનું પણ વધુ પસંદ કરે છે. કોઈક વાર તેઓ જનતા સાથે ચાની ચૂસકી લેતા નજરે પડે છે. તો ક્યારેક યુવાનો સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે.