ETV Bharat / city

અમદાવાદ કરફ્યૂ: ઈન્દિરાબ્રિજ પર કડક બંદોબસ્ત, બિનજરૂરી નીકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી - ગાંધીનગર

દિવાળીના તહેવાર દરમિયાન લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા અને ભીડ ભેગી કરી જેને કારણે અમદાવાદમાં પણ સંક્રમણમાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સદંતર કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્દિરાબ્રિજ પર કડક બંદોબસ્ત, બિનજરૂરી નીકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ કરફ્યૂ
author img

By

Published : Nov 21, 2020, 6:14 PM IST

  • અમદાવાદમાં કરફ્યૂમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પોલીસ છાવણીમાં તબદીલ
  • ફક્ત એર ટીકીટ, મેડિકલ ફાઇલ અને રેલવે ટીકીટ બતાવો તો જ જવાની પરવાનગી

ગાંધીનગર :દિવાળીના તહેવાર દરમિયાન લોકો કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા અને ભીડ ભેગી કરી જેને કારણે અમદાવાદમાં પણ સંક્રમણ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા શુક્રવારના રાત્રીના નવ વાગ્યાથી સોમવાર સવારના છ વાગ્યા સુધી અમદાવાદમાં સદંતર કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રથમ દિવસે અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે.

ઈન્દિરાબ્રિજ પર કડક બંદોબસ્ત, બિનજરૂરી નીકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી
કર્ફ્યુનો માહોલ જોવા નીકળેલા પર કાર્યવાહી કરફ્યૂમાં રાજ્ય સરકારે ફક્ત રેલવે અને એરપોર્ટના મુસાફરોને પાસ અને ટિકિટ બતાવ્યા બાદ જ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર જવાની મંજૂરી આપી છે. જ્યારે બહાર કરફ્યૂનો માહોલ કેવો છે તેવું જોવા નીકળનારા લોકો વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નિયમનો ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે.ઈન્દિરાબ્રિજ ખાતે ચુસ્ત બંદોબસ્ત અમદાવાદના ઇન્દિરા બ્રિજ પણ અમદાવાદનું એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને ગણવામાં આવે છે. ગાંધીનગર તરફથી આવતાં તમામ લોકોને ઇન્દિરા બ્રિજ ખાતેથી જ અમદાવાદમાં પ્રવેશ મેળવવો પડે છે. જ્યારે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ પણ નજીક હોવાથી ત્યાં વધારે ભીડ જોવા મળી હતી. પરંતુ પોલીસે સલામતીના ભાગરૂપે ઇન્દિરા બ્રિજ પર જ પોલીસનો કાફલો ખડકી દીધો છે. જ્યારે ત્યાંથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે અને જો એરપોર્ટની ટિકિટ હોય તો જ તેઓને અમદાવાદની અંદર પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કરેલા ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા વ્યક્તિઓને જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાનું સરદારનગરના પોલીસ ઇન્સ્પેક્ટર આર દેસાઈએ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું..કોરોના સંક્રમણ ઘટાડવા માટે કરફ્યૂ મહત્વનું સાબિત થશેઅમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ઘટાડવા અને કોના સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકારે કરફ્યૂની જાહેરાત કરી છે. સોમવાર સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુ અમદાવાદ શહેરમાં યથાવત રાખવામાં આવશે ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટેનો રાજ્ય સરકારનો કરફ્યૂ બાબતનો નિર્ણય મહત્વનો સાબિત થશે.અમદાવાદના રસ્તા સુમસાનઅમદાવાદમાં 58 કલાકનો કરફ્યૂ છે ત્યારે કરફ્યૂને ધ્યાનમાં લઈને અમદાવાદીઓનો પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના તમામ રસ્તાઓ સંપૂર્ણપણે શાંત દેખાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના તમામ ચાર રસ્તા ઉપર અને મહત્વના પોઈન્ટ ઉપર પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છેે. જો કોઈ પણ વ્યક્તિ કરફ્યૂનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.