ETV Bharat / city

આમ આદમી પાર્ટી( AAP )ની જનસંવદેના યાત્રા પર હિંસક હૂમલા પછી રાજકારણ ગરમાયું

author img

By

Published : Jul 2, 2021, 7:47 PM IST

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ( AAP ) ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. ભાજપ અને કોંગ્રેસથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ ‘આપ’માં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી( AAP ) એ જનસંવદેના યાત્રા કાઢી છે, જેમાં વિસાવદરના લેરિયા ગામે તેમના કાફલા પર હિંસક હૂમલો ( Attack ) થયો હતો. જે પછી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં રાજકારણ બરોબર ગરમાયું છે.

આમ આદમી પાર્ટી( AAP )ની જનસંવદેના યાત્રા પર હિંસક હૂમલા પછી રાજકારણ ગરમાયું
આમ આદમી પાર્ટી( AAP )ની જનસંવદેના યાત્રા પર હિંસક હૂમલા પછી રાજકારણ ગરમાયું
  • ‘આપ’ની જનસંવેદના યાત્રા પર હૂમલો
  • ભાજપના ગુંડાઓએ હૂમલો કરાવ્યોનો ‘આપ’નો આક્ષેપ
  • બ્રહ્મસમાજ પર ટિપ્પણીને કારણે વિરોધ થયો છેઃ ભાજપ

અમદાવાદઃ ‘આપ’ના નેતાઓ દ્વારા સોમનાથથી જનસંવેદના યાત્રાની શરૂઆત કરી છે. જોકે, સૌપ્રથમ તો સોમનાથ મંદિર( Somnath Temple ) માં જતા જ અટકાવાયા હતા. કારણ કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ( Gopal Italia ) દ્વારા અગાઉ બ્રહ્મ સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી બ્રહ્મસમાજના લોકોએ સોમનાથમાં આપના નેતાઓનો અને ખાસ કરીને ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. જોકે, પોલીસ વચ્ચે પડી અને મામલો શાંત કર્યો હતો. પણ આ મામલો શાંત નહોતો પડ્યો… બહ્મસમાજના લોકોનો રોષ એમનો એમ હતો.

કોંગ્રેસ આ હૂમલાને વખોડી કાઢ્યો છે

આમ આદમી પાર્ટી( AAP ) ના નેતાઓની જનસંવેદના યાત્રા વિસાવદરના લેરિયા ગામેથી પસાર થઈ ત્યારે કેટલાક લોકોએ આવીને આપના નેતાની કારના કાફલા પર હિંસક હૂમલો ( Attack ) કર્યો હતો. તેમાં કારના કાચ તોડ્યા અને સાથે આપના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. આપનો આક્ષેપ છે કે આ ભાજપના ગુંડાઓ હતા, તેમણે કેસરી ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ભાજપના કહેવા પ્રમાણે બહ્મસમાજ દ્વારા વિરોધ થયો હતો. કોંગ્રેસ અને ભાજપે આ હિંસક હૂમલાને વખોડી કાઢ્યો છે. જોકે, ગાંધીના ગુજરાતમાં આવો હિંસક હૂમલો કેટલો વાજબી છે? અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આવી હિંસા ઓછી થાય છે.

આ પણ વાંચોઃ AAPની જનસંવેદના યાત્રા દરમિયાન વિસાવદરના લેરિયા ગામમાં કાર્યકરો પર થયો હુમલો

બંગાળની ચૂંટણીમાં હિંસક હૂમલા થયા હતા

તાજેતરમાં પશ્રિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ટીએમસી અને ભાજપ વચ્ચે હિંસક હૂમલા( Attack )થયા હતા, તોફાનો પણ થયા, કેટલાય કાર્યકરોના મોત થયા હતા અને કેટલાય લોકોને ઈજા પહોંચી હતી. બન્ને પર સામસામે આક્ષેપબાજી થતી હતી. એવું જ હાલ ગુજરાતમાં થયું છે.

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હિંસા

ચૂંટણી પ્રચાર અને પરિણામ સુધી

  • હિંસાની 55 ઘટના
  • મોત 00
  • ઈજાગ્રસ્ત 96
  • બિનલાયસન્સ 115 હથિયાર ઝડપાયા
  • 172 કાર્ટિંજ ઝડપાઈ
  • 100 ગ્રામ વિસ્ફોટક પદાર્થ ઝડપાયો

જોકે, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ચૂંટણી દરમિયાન હિંસા સામાન્ય થતી હોય છે.

‘આપ’ને મળી રહેલી સફળતાનો ડર

હવે 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા જ આમ આદમી પાર્ટી( AAP )એ જોર લગાવ્યું છે. પ્રજા વચ્ચે રહેવા જનસંવદેના યાત્રા શરૂ કરી છે. તાજેતરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં સૂરતમાં 27 ઉમેદવારો વિજયી બન્યા છે. જેથી આપના કાર્યકરોમાં જોશ આવી ગયો છે. તે પછી પત્રકાર ઈશુદાન ગઢવી અને 4000 દીકરીના પાલક પિતા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત પ્રવિણ રામ પણ આપમાં જોડાઈ ગયા છે. ગામેગામ આપની જનસંવદેના યાત્રાને પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ઉભો થયો છે. જે વાત સહન નહી કરી શકતાં ભાજપે આપના નેતાઓ અને કાર્યકરો પર હૂમલો ( Attack ) કરાવ્યો છે, તેવો આપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ

ઈશુદાન ગઢવીને જીવનું જોખમ છે

પત્રકાર ઈશુદાન ગઢવીએ આજે શુક્રવારે મીડિયા સમક્ષ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મારા જીવને જોખમ છે. ભાજપના ગુંડાઓ મારા પર હૂમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. ગુજરાતની જનતાને સંબોધીને નિવેદન આપ્યું હતું. જનસંવેદના યાત્રા પર હૂમલો ( Attack ) થાય તે દુઃખદ બાબત છે. ગુજરાતમાં બિહાર જેવો માહોલ બની ગયો છે. પણ હું જનતાની પીડા માટે લડવા નિકળ્યો છું, હું મરી જઈશ પણ પાછો નહી પડુ. તમે બધા સાથ આપજો.

રાજ્યના ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

જે હિંસક ઘટના પછીના 48 કલાક પછી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે, આમ આદમી પાર્ટીના કાર્યક્રમો પોલીસના બંદોબસ્ત વચ્ચે થશે. આપના નેતાઓ અને કાર્યકરોના કાર્યક્રમને સુરક્ષા આપવાની જાહેરાત કરી છે.

શું બોલ્યા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ?

સરકારી વસાહતોના લોકાર્પણ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ( Deputy CM Nitin Patel ) કહ્યું હતું કે, મને ખબર છે કે આમ આદમી પાર્ટીના નેતાએ બ્રહ્મસમાજ વિરોધી ટિપ્પણી કરી હતી, જેને કારણે તેમનો સોમનાથમાં વિરોધ થયો હતો. વિસાવદર પહોંચ્યાં તો ત્યાંના બ્રહ્મસમાજે વિરોધ કર્યો હતો. જે નેતાએ અમારા નેતાઓ પર હૂમલો કર્યો હતો, ત્યારે અમને દુઃખ થયું હતું, હવે તેમના પર હૂમલો થયો છે, તેનું પણ મને અને અમારા પક્ષને દુઃખ થયું છે. ગુજરાતમાં આવા પ્રકારના હૂમલા ચલાવી લેવાય નહી.

આ પણ વાંચોઃ AAP ના કાર્યક્રમો હવે પોલીસ બંદોબસ્તમાં યોજાશે

પોલીસ શા માટે ફરિયાદ લેવા તૈયાર ન હતીઃ તુલી બેનર્જિ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા તુલી બેનર્જિએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમનાથથી જનસંવેદના યાત્રા નિકળી ત્યારથી સંળગ ત્રણ દિવસ હૂમલા ( Attack ) થયા છે. આ ભાજપના જ લોકો હતા. વિસાવદરના હૂમલા પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી. આખી રાત આપના કાર્યકરોએ ધરણા કર્યા ત્યારે બીજા દિવસે સવારે 9.30 વાગ્યે એસપીએ આવીને એફઆઈઆર નોંધી હતી. ભાજપના લોકો હતા, એટલા માટે જ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરી ન હતી અને ફરિયાદ પણ લીધી ન હતી. પણ હવે એસપીએ આશ્વાસન આપ્યું હતું કે પોલીસ બંદોબસ્ત તમારી સાથે રહેશે. ગુજરાતમાં આવી ઘટના ઘટે તે નિંદનીય છે.

બ્યુરો ચીફ, ભરત પંચાલનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.