અમદાવાદ: ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઓમાં અને પાર્ટીની ભૂમિકા અંગે સવાલ કરાતાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઈએ જણાવ્યું હતું કે અત્યારે સમીક્ષા બેઠકનો દોર શરૂ થયો છે. પાર્ટી દ્વારા આ અંગે આગળ નિણર્ય લેવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાતને દિલ્હી મોડેલમાં પરિવર્તિત કરવા માંગે છે. પાર્ટીમાં નવા પ્રવક્તા તરીકે નિમણૂક થયેલા હીરેન કોટકે જણાવ્યું હતું કે આ સામાન્ય માનવીઓની પાર્ટી છે, અન્ય પાર્ટીમાં પૈસા હોય ત્યારે સ્થાન મળે છે જ્યારે અહીં લોકોનું કામ બોલે છે અને એટલા માટે જ આપ જોઈન કરી છે. આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરશે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની 8 બેઠકો માટે આપ પાર્ટી આદિવાસીઓના જમીન અધિગ્રહણ અધિકારોને મુદ્દા બનાવી શકે છે, તેમની માગ છે કે આદિવાસી સમુદાયને તેમનો હક મળે. સરદાર સરોવર ડેમ માટે વધારાની જામીન સંપાદન કરવામાં આવી છે તેનો ઉપયોગ અન્ય પ્રવૃતિઓ માટે કરવામાં આવી રહ્યો છે.