- વી.સી. સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનારની ધરપકડ
- ઠગાઇ આચરી 2 આરોપી નેપાળ ભાગી ગયા હતા
- વી.સી. સ્કીમમાં ભાગ લેનારા અનેક આરોપીઓ ભોગ બન્યા હતા
અમદાવાદ: પોલીસ ગિરફ્તમાં રહેલા આરોપી તાપસ ગોવિંદ મંડલે વર્ષ 2019માં અનેક વેપારીઓને વી.સી.ની સ્કીમ (vc scheme)ના નામે લાખો રૂપિયાની ઠગાઇ (fraud of millions of rupees) આચરી હતી. આરોપી તાપસ ગોવિંદ મંડળ મૂળ કલકોતા (kolkata)નો રહેવાસી છે, પરંતુ છેલ્લા 15 વર્ષથી કાલુપુર રતનપોળ (kalupur ratanpol)માં આવેલી ભારતી ચેમ્બર્સ (bharti chambers)માં દુકાન ધરાવી સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો.
અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી નેપાળ ભાગ્યા હતા આરોપી
આ દરમિયાન આરોપી ગોવિંદ મંડલે એક કિલો સોનાની એક વી.સી (1kg gold vc) શરૂ કરી હતી, જેમાં સોની વેપારીઓ વી.સી.માં રહ્યા હતા. શરૂઆતની વી.સી. પુરી થવા જતા લોકોને વિશ્વાસ આવતા આરોપી તાપસે 1200 ગ્રામ સોનાની બીજી વી.સી. શરૂ કરી જેમાં 4 મહિના થતા જ આરોપી ગોવિંદ કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર (fleeing with gold) થઈ ગયો હતો. આરોપી ગોવિંદ સાથે અન્ય બાપી નામનો આરોપી ભાગી ગયો હતો. બન્ને આરોપી અમદાવાદથી દિલ્હી (ahmedabad to delhi) ગયા હતા. ત્યારબાદ દિલ્હીથી નેપાળ (delhi to nepal) ગયા હતા. જો કે 2 મહિનાથી આરોપી કોલકાતા આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે કોલકાતાથી તાપસની ધરપકડ કરી છે. સાથે જ બાપી અને નિર્મલસિંહ નામના 2 આરોપીની ગુનામાં સંડોવણી બહાર આવી છે.
શું હતી આરોપીની મોડસ ઓપરેન્ડી?
પકડાયેલા આરોપી તાપસ ગોવિંદે વી.સી. સ્કીમ નામે વેપારીઓ સાથે ઠગાઇ આચરવા પ્રિ-પ્લાનિંગ કર્યું હતું. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો શરૂઆતમાં 28 વેપારીઓએ ભેગા મળી 28 મહિના માટે 1 કિલો સોનાનો ડ્રો (વી.સી) રાખવામાં આવી હતી, જેમાં સ્ક્રિમમાં એવી સિસ્ટમ રાખવામાં આવી હતી કે 28 મહિના પહેલા જે સભ્યને 1 કિલો સોનુ લેવુ હોય તેણે બોલી બોલ્યા બાદ જેટલા ગ્રામ સોનાની બોલી કરી તેટલું સોનુ ડ્રો લાગે તેને આપી દેવાનું રહેશે.
1 કિલો સોનુ એક વેપારી ડ્રોમાં આપવામાં આવતુ
આમ દર મહિને સોનાનો ડ્રો રાખવામાં આવતો હતો, જેમાં લગભગ એક વેપારીના ભાગે દર મહિને 28થી 30 ગ્રામ સોનુ ભેગુ કરીને કુલ 1 કિલો સોનુ એક વેપારી ડ્રોમાં આપવામાં આવતું હતુ. આમ કરીને 13 જેટલા હપ્તાના સોનાના પૈસા 28 વેપારીઓએ આપ્યા હતા, જેમાં 13 વેપારીઓને 1 કિલો સોનુ મળી ગયું હતુ, પરંતુ 15 વેપારીને સોનુ મળ્યુ ન હતુ. આરોપી તાપસ બીજી 1,200 કિલો સોનાની વી.સી સ્કીમમાં 4 મહિના શરૂ થતા જ કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો.
મુખ્ય આરોપી રામ પન્ના હોવાનું પોલીસનું અનુમાન
ઉલ્લેખનીય છે કે ભોગ બનનારા મોટાભાગના કોલકાતાના બંગાળી વેપારીઓ સ્ક્રીમના મેમ્બર હતા. પોલીસ પૂછપરછમાં આરોપી તાપસ ગોવિંદ મંડલ દ્વારા ઠગાઇ પ્લાન ઘડવામાં અને મદદગારી કરવામાં કોલકાતામાં રહેલા રાજકીય પાર્ટી કાર્યકર રામ પન્નાનું નામ સામે આવ્યું છે, જે મુખ્ય આરોપી રામ પન્ના હોવાની પોલીસને આશંકા છે, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે અન્ય કેટલા વેપારીઓ ભોગ બન્યા છે તેને લઈને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. એક જ વેપારીનું ગણીએ તો 1 કિલો 963 ગ્રામનું કુલ 75 લાખ રૂપિયાનું સોનુ લઇને આરોપી તાપસ ફરાર થઇ ગયો હતો. આવી જ રીતે અનેક વેપારીઓના સોનાના પૈસા લઇને તે રફુચક્કર થઇ ગયો હતો. આમ તપાસ બાદ ઠગાઇનો આંકડો વધી શકે છે.
આ પણ વાંચો: Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો
આ પણ વાંચો: Gandhi Ashram Restoration Project : ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો