ETV Bharat / city

લ્યો બોલો..કઈ રીતે રેપિડ ટેસ્ટને વિશ્વાસપાત્ર ગણવો..?, અમદાવાદમાં કઈંક આવું થયું દર્દીઓ સાથે...

author img

By

Published : Sep 22, 2020, 8:20 PM IST

રોના માટે RT-PCR ટેસ્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં જો આ ટેસ્ટના પરિણામોમાં વારંવાર ફેરફાર થાય તો તેને કેવી રીતે વિશ્વાસપાત્ર ગણી શકાય. અમદાવાદમાં આવાં જ બે કિસ્સા સામે આવ્યાં છે, જેમાં દર્દીના રિપોર્ટ પરિણામમાં વારંવાર બદલાવ આવ્યો છે. તો ચાલો જાણીએ શું ખરેખર આવું બની શકે અને જો બને તો તેના પાછળના શું કારણો છે...

corona test
corona test

અમદાવાદઃ કોરોના માટે RT-PCR ટેસ્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે તે પણ સંપૂર્ણ એક્યુરેટ નથી તેવું કહી શકાય. ઇટીવી ભારત પાસે એવા બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ બાદ પોઝિટિવ અને ફરીવાર નેગેટિવ આવ્યો છે. લગભગ 4 થી 5 દિવસમાં વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ આવ્યા છે. જોકે હાલ બંને કિસ્સામાં વ્યક્તિ સંપૂર્ણપણે સ્વાસ્થ્ય છે.

એક જ વ્યકિતના કોરોના ટેસ્ટ આવ્યાં અલગ અલગ

એમાના એક અમદાવાદમાં રહેતા પીયૂષભાઈ વાઘેલાની વાત કરીએ તો, તેમનો 5મી સપ્ટેમ્બરના રોજ કોરોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ અન્ય બીમારીની સારવાર લેવા માટે હોસ્પિટલ ગયા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે 8મી સપ્ટેમ્બરના રોજ કોરોના RT-PCR ટેસ્ટ કરાવ્યો એ પોઝિટિવ આવ્યો અને તેના આગલા દિવસે એટલે કે 9મી સપ્ટેમ્બરના રોજ ફરીવાર ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાતા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ 5 દિવસના સમયગાળામાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ એમ ત્રણ વાર અલગ અલગ આવ્યો હતો. જોકે, હાલ પીયૂષભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ટેસ્ટિંગનું ઘટનાક્રમ

  • 5મી સપ્ટેમ્બર - RT-PCR ટેસ્ટ - નેગેટિવ
  • 8મી સપ્ટેમ્બર - RT-PCR ટેસ્ટ - પોઝિટિવ
  • 9મી સપ્ટેમ્બર - RT-PCR ટેસ્ટ - નેગેટિવ

બીજા દર્દીની વાત કરીએ તો, અમદાવાદમાં રહેતા કુણાલ પંચાલની સાથે પણ RT-PCR ટેસ્ટમાં કંઈક આવી જ ઘટના બની છે. કૃણાલ પંચાલને ત્યાં સોસાયટીમાં 10મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવ્યું જે નેગેટિવ આવ્યું, ત્યાર પછી આગલા દિવસે 11મી સપ્ટેમ્બરના રોજ કિડની સંબંધી સારવાર માટે હોસ્પિટલ ગયા તો પ્રોટોકોલ પ્રમાણે કોરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો, જેથી તેમને હોસ્પિટલમાંથી કિડની સારવાર વગર ડિસ્ચાર્જ આપી દેવાયો હતો.

જ્યારે 12મી સપ્ટેમ્બરના રોજ 104 નંબર પર કોલ કરતા AMCની ટીમે કોરોના એન્ટીજન ટેસ્ટ કર્યો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ કૃણાલ પંચાલે 14મી સપ્ટેમ્બરના રોજ ફરી ખાનગી લેબમાં કોરોના માટે RT-PCR ટેસ્ટ કરાવ્યો તો તે નેગેટિવ આવ્યો હતો. આ કેસમાં પણ દર્દી હાલ સંપૂર્ણરીતે સ્વસ્થ છે. પંરતુ સવાલ એ ઉભો થાય છે કે, વારંવાર ટેસ્ટના પરિણામો અલગ-અલગ આવતાં ટેસ્ટ કિટમાં ખામી ગણવી કે પછી દર્દીઓના સ્વાસ્થ્યમાં...

ટેસ્ટિંગનું ઘટનાક્રમ

  • 10મી સપ્ટેમ્બર - રેપીડ એન્ટીનજન ટેસ્ટ - નેગેટિવ
  • 11 સપ્ટે - RT-PCR ટેસ્ટ - પોઝિટિવ
  • 12 સપ્ટે - રેપીડ એન્ટીજન ટેસ્ટ - નેગેટિવ
  • 14 સપ્ટે - RTPCR ટેસ્ટ - નેગેટિવ

આવી ઘટનાઓ બનતા અન્ય દર્દીઓમાં પણ ભય ફેલાય છે. તો રેપિડ ટેસ્ટ પર પણ સવાલ ઉભા થાય છે. એવામાં આપણે જાણીએ કે શું ખરેખ આવું શક્ય છે.

શું આવા અલગ અલગ રિપોર્ટ શક્ય છે..? એક્સપર્ટ ઓપિનિયન

આ મુદ્દે વાતચીત કરતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યુ હતું કે,

રેપીડ એન્ટીજન ટેસ્ટની વિશ્વસનીયતા 40 થી 50 ટકા જ્યારે RT-PCR ટેસ્ટની એક્યુરસી 67 થી 70 ટકા જેટલી છે. રિપોર્ટ નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ મુદ્દે વાત કરતા તેમણે કહ્યું કે, કદાચ ઓછા વાઈરલ લોડને લીધે આવું બન્યું હોઈ શકે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ વ્યક્તિને લક્ષણ જેમ કે તાવ સહિતની સમસ્યો થતી હોય તો છાતીનો CT-સ્કેન કરાવું અનિવાર્ય બની જાય છે. છાતીના CT- સ્કેનની એક્યુરસી 90 ટકા જેટલી છે.

કોરોના ટેસ્ટ માટે એક્સપર્ટ ઓપિનિયન

રિપોર્ટ પરિણામમાં ફેરફાર થવાના કારણો...

  • કોરોના વાઈરલ લોડ ઓછું હોય ત્યારે આવું બની શકે
  • નાકની જગ્યાએ ગળામાંથી ટેસ્ટ કરવામાં આવે ત્યારે પણ આવું બની શકે
  • માનવીય ભૂલ નાકમાંથી કોરોના ટેસ્ટ માટેનો સેમ્પલ યોગ્ય રીતે ન લેવામાં આવ્યો હોય ત્યારે પણ આવું બની શકે
  • રેપીડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટની એક્યુરસી 100 ટકા નથી

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 21મી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના કુલ 1.24 લાખ કેસ નોંધાયા છે. જે પૈકી 16,239 એક્ટિવ કેસ છે. જ્યારે 1.05 લાખ લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 3337 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં 38.6 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.