ETV Bharat / city

વડાપ્રધાન મોદીની કાફલો અમદાવાદ રિવરફ્રન્ટથી આ રીતે જશે એરપોર્ટ, જુઓ રિહર્સલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમનું અમદાવાદ આગમન થયું હતું. જે બાદ તેઓ કેવડીયા ગયાં છે અને આવતીકાલે શનિવારે ફરીથી કેવડીયાથી અમદાવાદ આવશે. ત્યારબાદ અહીંથી દિલ્હી જવા રવાના થશે. આ સમગ્ર કાર્યક્રમને લઇ પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

આવતીકાલે અમદાવાદમાં પીએમ મોદીની કાફલો રિવરફ્રન્ટથી આ રીતે જશે એરપોર્ટ જુઓ રિહર્સલ

author img

By

Published : Oct 30, 2020, 8:02 PM IST

  • વડાપ્રધાનના કાફલા સાથે કરાયું રિહર્સલ
  • પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને SPG જવાનો રહ્યાં હાજર
  • રિવરફ્રન્ટથી એરપોર્ટ સુધી યોજાયું રિહર્સલ

    અમદાવાદ: અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટથી એરપોર્ટ સુધીનો માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન મોદી સી પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ આવશે અને તે બાદ રિવરફ્રન્ટથી એરપોર્ટ દ્વારા દિલ્હી જવા રવાના થશે. ત્યારે રિવરફ્રન્ટથી એરપોર્ટ સુધીના રસ્તા પર વડાપ્રધાનના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું. રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેકટર - 1 જેસીપી, ટ્રાફિક જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા SPG સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રિહર્સલ દ્વારા સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી હતી.
    રિવરફ્રન્ટથી એરપોર્ટ સુધીના રસ્તા પર વડાપ્રધાનના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.