અમદાવાદ સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે અનેક ઉજવણીના કાર્યક્રમોનું Azadi ka Amrit Mohotsav આયોજન થયું છે, ત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન રંગ લાવી રહ્યું છે. જે અંતર્ગત લોકો હર ઘર તિરંગા Har Ghar Tringa અભિયાનને સફળ બનાવવા તરફ સ્વયંભૂ આવી રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હર ઘર તિરંગા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવા થીમ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોંગ કીર્તિ સાગઠિયા અને ભૂમિ ત્રિવેદીએ ગયું છે. આ થીમ સોન્ગના દિગદર્શક અભિલાષ ઘોડા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો હર ઘર તિરંગા યાત્રામાં મુસ્લિમ શીખ સમાજ સહિત કિન્નર સમાજ જોડાયો
હર ઘર તિરંગાનું થીમ સોંગ અમદાવાદ અને મુંબઈ એમ બન્ને જગ્યાએ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન લોકોમાં દેશ પ્રતેયની જાગૃતિ વધારવા બનાવામાં આવ્યું છે. આ થીમ સોંગનું સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે. દેશમાં 75 માં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ થીમ સોંગ આજે બપોરના 12:39 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં જોવા મળી રહી છે
વિવિધ પોસ્ટ ઓફિસો અને ખાદી ભંડારોમાં પણ રાષ્ટ્રધ્વજનું વેચાણ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2022થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે વિવિધ પોસ્ટ ઓફિસો અને ખાદી ભંડારોમાં પણ રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ ખાદી ભંડારમાં અને મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજનું વેચાણ રવામાં આવી રહ્યું છે, જેને લઇ રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દરેક લોકો પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. જેથી સારા એવા પ્રમાણમાં આવક પણ થવા લાગી છે.