- સફારી કારમાં આવેલા ચોરોએ કર હોન્ડા કંપનીની કાર ચોરી
- ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
- વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી
- ગ્રાહકને કરવાની હતી કારની ડિલિવરી
અમદાવાદ: શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સફારી કારમાં આવેલા 2 ચોરોએ હોન્ડા કંપનીની બહાર પડેલી કારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જો કે, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હોન્ડા શૉ રૂમમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હારુન મિર્ઝાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, 3 નવેમ્બરે હોન્ડા કંપનીને સિટી વી.એક્ષ.એમ.ટી મોડલની કારની ડિલિવરી આપવાની હોવાથી કાર ગોડાઉનમાંથી લાવી વોશ કરીને શૉ રૂમમાં મૂકવામાં આવી હતી. જો કે, કારનું પેમેન્ટ ક્લિયર ન થતાં કાર કલીનિંગ એરિયામાં સિક્યુરિટી કેબિનની પાછળ મૂકી હતી.
ગ્રાહક કાર લેવા આવતા કાર ગાયબ
6 નવેમ્બરે ગ્રાહક કાર લેવા આવતા સ્ટાફના માણસો કાર લેવા માટે ગયા હતા, પરંતુ કાર ત્યાં મળી આવી નહોતી. જેથી બેઝમેન્ટ, સ્ટોક યાર્ડ અને શૉ રૂમમાં અન્ય વિભાગોમાં પણ તપાસ કરી હતી. આમ છતાં કાર મળી આવી નહોતી. જેથી CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર હકીકત સામે આવી હતી.
CCTVમાં ચોરીની ઘટના કેદ
CCTV ચેક કરતા જાણવાં મળ્યું કે, 5 નવેમ્બરે બપોરના સમયે સફારી કારમાં 2 ઈસમો આવ્યા હતા. જેમાંથી એક ઈસમ નીચે ઉતરી શૉ રૂમની આગળ પડેલી કારનો દરવાજો ખોલવાનો પ્રયાય કરતો હતો. ત્યારબાદ તે આરોપી સિક્યુરિટી કેબિન આગળ જઈ આ કારનો દરવાજો ખોલી કાર લઇ પલાયન થયા હતા. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.