ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદ માટે રાહતના સમાચાર

રાજ્યમાં દિવાળી (Diwali)ના તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે કોરોના (Coronavirus) સંક્રમણમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 27 ઑક્ટોબરના 3 કોર્પોરેશન (Corporation) અને 3 જિલ્લામાં કોરોના કોરોના કેસો નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદ માટે રાહતના સમાચાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદ માટે રાહતના સમાચાર
author img

By

Published : Oct 27, 2021, 10:56 PM IST

  • રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 17 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં 0 કેસ નોંધાયા, 15 દર્દીઓ કોરોનાને આપી

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઘટી રહ્યા હતા અને કોરોના (Coronavirus) સંક્રમણ કાબૂ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી રહી હતી. જો કે હવે રાજ્યમાં એકવાર ફરી કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. 27 ઑક્ટોબરના પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન- બરોડા, સુરત અને રાજકોટકો ર્પોરેશન (Rajkot Corporation)માં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3- આણંદ, વલસાડ અને રાજકોટમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

3 કૉર્પોરેશનમાં નોંધાયા કોરોનાના કેસ

સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 00 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 01 દર્દીને રજા આપવામાં આવી છે.

2,49,699 નાગરિકોને વેક્સિન આપવામાં આવી

27 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 2,49,699 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 34,135 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 1,44,643 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,95,77,967 ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 173

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 173 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 વેન્ટિલેટર પર છે અને 168 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,086 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,220 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: 28મી ઓકટોબરે અમદાવાદની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર

આ પણ વાંચો: ભાવનગરની હેતસ્વી સોમાણીએ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડળ મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.