ETV Bharat / city

નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં નેઋત્યનું ચોમાસું વલસાડ સુધી આવી ગયું છે. અને આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઈ ટીવી ભારતે અગાઉ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે. તે મુજબ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.

નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું
નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું
author img

By

Published : Jun 9, 2021, 5:43 PM IST

Updated : Jun 9, 2021, 7:56 PM IST

  • ગુજરાત માટે આનંદના સમાચાર
  • 10 અને 11 જૂને ભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે

    અમદાવાદ- ગુજરાત માટે આનંદના સમાચાર છે. નેઋત્યનું ચોમાસું વલસાડમાં પ્રવેશી ગયું છે, તેમ હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. તો આગામી 10 અને 11 જૂને દક્ષિણ ગુજરાતના પટ્ટા પર ભારે વરસાદની આગાહી પણ છે. તેમજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

    આ પણ વાંચોઃ આવતીકાલે શનિ જયંતિ, જાણો કેવી રીતે પ્રસન્ન કરવા શનિદેવને...

ચાલુ વર્ષે 98થી 101 ટકા વરસાદ થશે

ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જતાં ખેડૂતોએ વાવણી પણ વહેલી કરવી પડશે. હવામાનના નિષ્ણાતોએ કહ્યું છે કે આ વર્ષે 98થી 101 ટકા વરસાદ થશે. જેથી ચોમાસું સારુ જવાની શકયતા છે. મંગળવારને 8 જૂને ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક દઈ દીધી છે અને ભારે વરસાદથી મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર છે. લોકલ ટ્રેનનો વ્યવહાર પણ ખોરવાવાના ન્યૂઝ છે.

નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું

આ પણ વાંચોઃ નાસાના જૂનો સ્પેસક્રાફ્ટે મોકલી ગેનીમેડની પ્રથમ છબીઓ

Last Updated : Jun 9, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.