અમદાવાદ: લોકડાઉન દરમિયાન ઘરમાં રહેનારા પુરૂષોનું ETV BHARAT દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ETV BHARATની ટીમે શહેરના શિક્ષક, બિઝનેસમેન, ધારાશાસ્ત્રી અને વકીલની મુલાકાત લઇને દિનચર્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ તમામ લોકોની પ્રતિક્રિયામાં જાણવા મળ્યું હતું કે, તેમને બહાર નીકળ્યા વિના ચાલતું નથી. જેથી તે લોકો પોતાના પરિવારને સમય ફાળવે છે. આ ઉપરાંત બાળકો સાથે ગેમ્સ રમીને સમય પસાર કરે છે.