- ટ્રાફિક અવેરનેસ માટે આશ્રય સોસિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન
- ટ્રાફિકના નિયમોને પાલન કરવા માટે લોકોને વિનંતી કરવામાં આવશે
- આ ઇવેન્ટને ટ્રાંસજેન્ડર કન્વોયનું નામ આપવામાં આવ્યું
અમદાવાદઃ જિલ્લા ખાતે કાર્ય કરતા આશ્રય સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા 1 લી ડિસેમ્બર, 2020 ના રોજ માર્ગ સલામતીની જાણકારી માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોજ માર્ગ સલામતી માટે ઇવેન્ટનું આયોજન
આ કાર્યક્રમમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સુચના આપવામાં આવી હતી. સ્થાનિક લોકો પ્રોત્સાહન આપવા અને ટ્રાફિક અવેરનેસ દ્વારા રસ્તા પર જતા અને વાહનો ચલાવનારા દરેકને સમજણ અને માહિતી મળી રહે તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ટ્રાન્સજેન્ડર્સ દ્વારા આ કાર્યક્રમમાં આ ટ્રાફિકના નિયમોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો.
માર્ગ સલામતીના પગલા ન લેવાના પરિણામો
સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ભારત સરકાર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સહયોગથી માર્ગ સલામતીના પગલા ન લેવાના પરિણામો અને તેના કારણે થતા અકસ્માતોના દર વિશે લોકોને શિક્ષિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામના ભાગ રૂપે ટ્રાન્સજેનડર્સ દ્વિચક્રી વાહનો પર બીજા બે ટ્રાન્સજેન્ડરો સાથે પ્રવાસ કરશે.
રોડ સેફટીનું પાલન કરી નિયમોને સમજાવશે
અમદાવાદ ખાતે આવેલા શિવરંજની જંકશન પર જિંગલ વગાડતા અને સી.ઓ.વી.આઈ.ડી સલામતીની સાવચેતીનું નિરીક્ષણ કરતા લોકોને તેમના દ્વારા રોડ પર ટ્રાફિકના નિયમો અને તેને પાલન કરવા માટે વિનંતી કરશે અને રોડ સેફટીનું પાલન કરી નિયમોને સમજાવશે.