અમદાવાદઃ વડોદરાની ઓઇલ-ગેસ ક્ષેત્ર કંપનીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમણે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ વિભાગને ચાર ટકાને બદલે 10થી 12.5 ટકા દરે ટેક્સ ચૂકવ્યો પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો રીફંડ આપવામાં આવ્યું નથી. ખાનગી કંપનીને સંબંધિત વિભાગ પાસેથી 1.80 કરોડ રૂપિયા પરત લેવાના થાય છે.
રીફંડની રકમ પોતાની પાસે રાખવાની સત્તા મહેસૂલ વિભાગ પાસે નથીઃ હાઈકોર્ટ - રીફંડ
વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ટ્રીબ્યુનલ દ્વારા ખાનગી કંપની રીફંડ ચૂકવવાનો આદેશ કર્યા છતાં મહેસૂલ વિભાગે રીફંડ ન કરતાં હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે નોંધ્યું હતું કે, મહેસૂલ વિભાગને એક્સેસ એટલે કે વધારાનો ટેક્સ તેની પાસે રાખવાની સત્તા નથી. જેથી રીફંડ રકમ કરદાતાઓને પરત આપી દેવી જોઇએ.
રીફંડની રકમ પોતાની પાસે રાખવાની સત્તા મહેસૂલવિભાગ પાસે નથીઃ હાઈકોર્ટ