- જન્માષ્ટમીથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
- મંગળવાર અને બુધવારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદના સંજોગો
- બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
અમદાવાદ- સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસું પાક સુકાઇ રહ્યો છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આજથી જ ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં છુટો-છવાયો તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડે તેવી શકયતા છે.
આ પણ વાંચો- Rain in gujarat: લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
એક અઠવાડિયું ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
31મી ઓગસ્ટના રોજ રાજ્યના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. જો કે, હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું છે કે, સપ્ટેમ્બરમાં એક અઠવાડિયું ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 2 દિવસમાં ગુજરાતમાં પડશે સારો વરસાદ
આગામી બે દિવસમાં 31મી ઓગસ્ટના રોજ આણંદ અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ 1લી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદની અછત 49 ટકા છે, જ્યારે સરેરાશ 41.5 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 51.5 ટકા વરસાદ નોંધાયો છે .
આ પણ વાંચો- આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
ત્રણ-ચાર દિવસ સુધીમાં 2થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસાવે તેવી શક્યતા
જન્માષ્ટમીના તહેવાર પર મેઘરાજા મહેર કરશે તેવા નિર્દેશો મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન, વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. સોમવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયા બાદ વરસાદના ઉજવણાં સંજોગો બનવાનો વરતારો છે. જે ત્રણ-ચાર દિવસ સુધીમાં 2થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસાવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં નોમ- દશમના દિવસે ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગરથી સોમનાથના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અન્યત્ર છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.