- 26 માર્ચે બાંગ્લાદેશનો 50મો સ્વાતંત્ર્ય દિવસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની હાજરી આપશે
- ગાંધી શાંતિ પુરુસ્કાર એનાયત કરવાનો નિર્ણય બન્ને દેશોના સંબંધોને વધુ ગાઢ કરશે
અમદાવાદ: વર્ષ 1971એ ઇતિહાસના કાગળો પર એક મહત્વનું વર્ષ રહ્યું છે. જ્યાં દુનિયાના નકશામાં એક નવા દેશનો જન્મ થયો. જેનું નામ હતું બાંગ્લાદેશ. ભારતના ભાગલા પડતા પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમી પાકિસ્તાનનો જન્મ થયો. પરંતુ હંમેશા જેના સ્વભાવમાં કપટ કૂટનીતિ અને હિંસા રહી છે તેવા પશ્ચિમી પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં પણ પોતાની દમનકારી નીતિઓ અપનાવી હતી. અહીં પશ્ચિમી પાકિસ્તાન ઇચ્છતું હતું કે, માત્ર ઉર્દુ અને અંગ્રેજી ભાષા જ અપનાવવામાં આવે. પરંતુ એ સમયના પૂર્વ બાંગ્લાદેશીઓને એ મંજુર ન હતું. પશ્ચિમી પાકિસ્તાન હંમેશા પૂર્વ પાકિસ્તાન ઉપર વહીવટ, આર્થિક, રાજનીતિક મુદ્દાઓ પોતાનો દબાવ કાયમ કરતો. સમયાંતરે પૂર્વ પાકિસ્તાનમાં આઝાદીના આંદોલને પોતાનો માર્ગ મોકળો કર્યો. જેમાં શેક મુજબીર રાહમનનું મહત્વનું નામ હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળની ચૂંટણી મહત્ત્વની છે કે પછી બાંગ્લાદેશની મુલાકાત?
શેક મુજબીર રહેમાનનું સંઘર્ષ
શેક મુજબીર રહેમાને સ્વાયતતા માટે છ સૂત્રોના કાર્યક્રમની ઘોષણા કરી. આ ઘોષણાએ તેમને લોકો વચ્ચે એક આદર્શ ચહેરો બન્યો, પરંતુ તે પશ્ચિમી પાકિસ્તાનથી ન સહેવાયું. તેમના ઉપર અને તેમના નેતાઓ ઉપર અલગાવવાદીની કલમો ચલાવવામાં આવી. શેક મુજબીર રહેમાનની આવી નીડરતા અને ન્યાય માટેની લડત જોઈ ભારત સરકારે તેમને વર્ષ 2020 માટેનું ગાંધી શાંતિ પુરુસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: કોરોના કાળ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર બાંગ્લાદેશ જશે વડાપ્રધાન મોદી
ભારત-બાંગ્લાદેશના સંબધો
ભારત અને બાંગ્લાદેશ અંદાજે 4096.7 કિ.મી. લાંબી બોર્ડર ધરાવતા પડોશી દેશો છે. તેમજ બન્ને દેશો 54 નદીઓ એકબીજા સાથે વેચે છે. ગંગા નદી આ માટેનો ઉત્તમ ઉદાહરણ છે. નદીઓની વહેંચણી માટે બન્ને દેશો દ્વીપક્ષી સંયુક્ત નદી આયોગની પણ સ્થાપના કરી છે. જેની બેઠક સમયાંતરે યોજાય છે. આ ઉપરાંત વેપાર માટે પણ બન્ને દેશો વચ્છે રોડ, જળ, હવાઈ અને, રેલવેમાં કનેક્ટિવિટી ધરાવે છે.