ETV Bharat / city

ફરિયાદીએ આ રીતે પોલીસને કર્યા ગુમરાહ - Suicide Case in Odhav

ઓઢવ પોલીસ મથકે એક વેપારી પર હુમલો કર્યાની ફરિયાદ સામે આવી હતી. જેમાં વેપારીએ જાતે જ શરીરમાં ઈજા પહોંચાડીને આત્મહત્યા કરવાની કોશીશ (Crime Case in Ahmedabad) સામે આવી હતી. ત્યારે શું છે સમગ્ર (Suicide Case in Ahmedabad) મામલો જૂઓ વિગતવાર

ફરિયાદીએ આ રીતે પોલીસને કર્યા ગુમરાહ
ફરિયાદીએ આ રીતે પોલીસને કર્યા ગુમરાહ
author img

By

Published : Jul 18, 2022, 10:10 AM IST

અમદાવાદ : બે દિવસ પહેલા ઓઢવ પોલીસ મથકે એક વેપારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.. જેમાં 3 યુવકોએ સસ્તા ભાવે માલ કેમ વેચો છો તેમ કહી જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે તપાસ કરતા (Suicide Case in Odhav) હકીકત સામે આવી કે વેપારીએ દેવુ થઈ જતા આત્મહત્યાની કોશિશ કરી હતી. જેથી પોલીસે હવે ફરિયાદી વેપારી (Crime Case in Ahmedabad) પર જ કાર્યવાહી શરૂ કરી છે.

ફરીયાદી જ આરોપી બનીને પોલીસને કર્યા ગુમરાહ

પોલીસે ઈજાના નિશાન લાગ્યા ખોટા - હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા આ વેપારીનુ નામ સુરેશ ભનશાલી છે. જે ઓઢવના વાસુદેવ એસ્ટેટમાં ભનસાલી સ્ટિલના નામે વેપાર કરે છે, પરંતુ બે દિવસ પહેલા તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાની ઓફિસ પાસે હાજર હતા. તે સમયે 3 યુવકોએ આવી સસ્તા ભાવે માલ કેમ વેચો છો, તેમ કહી છરીના ઘા માર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસને ઈજાના નિશાન અને CCTV તપાસતા આ ફરિયાદ ખોટી હોવાનું લાગી રહ્યું હતું. જે તપાસ બાદ ફરિયાદીએ પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : બોલો લ્યો, ફરીયાદી પોતે જ આરોપી નીકળ્યો

આત્મહત્યાની કોશિશ - જેમાં ઓઢવ પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ (Assault Case in Odhav) નોંધી તપાસ કરતા સામે આવ્યું કે, સુરેશ ભનશાલીને વ્યવસાયમાં દેવુ વધી ગયુ હતુ. દેવુ ભરી શકે તેવી કોઈ શક્યતા પણ ન હતી. જેથી તેમણે જાતે જ છરી વડે હાથ અને ગળાના ભાગે (Attack on Trader in Odhav) ઈજા પહોંચાડી આત્મહત્યાની કોશિશ કરી હતી. પરંતુ તેમનો દિકરો આવી જતા તે છરી સંતાડી હોસ્પિટલ દાખલ થઈ ગયા હતા.

આ પણ વાંચો : ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

ફરિયાદી જ આરોપી - હત્યાના પ્રયાસની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે આરોપી સુધી પહોંચવા સખત તપાસ કરી હતી. જોકે ફરિયાદી જ ખોટું બોલતા હોવાનું સામે આવતા હવે ફરિયાદી વિરુદ્ધ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લેણદારો દ્વારા ફરિયાદીને કોઈ ધમકી મળી હતી કે કેમ અને આત્મહત્યા માટે કોઈ દબાણ કરી રહ્યું હતું કે કેમ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. જેના (Suicide Case in Ahmedabad) આધારે વધુ એક ગુનો નોંધાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.