અમદાવાદઃ કોરોના સંક્રમણ કાળમાં શાળાઓ બંધ છે, ત્યારે ફી ચૂકવણીના મુદ્દે રાહત આપવામાં સરકારે હાઈકોર્ટને ખો આપી હતી, પછી છેવટે સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓલ ગુજરાત વાલી મંડળે પોતાની 50 ટકાની માગણી ચાલુ રાખી હતી. પરંતુ હવે વાલીમંડળ સરકારની જાહેરાત સાથે સંમત હોય તેવું જણાઈ આવે છે.
આ સાથે સ્કૂલ સંચાલકોની ચાલાકીઓથી વાકેફ વાલી મંડળે પોતાની વાત પણ સરકાર સમક્ષ રજૂ કરી હતી. જેમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાયેલી દરેક શાળાની ફી જાહેર કરવામાં આવે, જેથી વાલીઓ 25 ટકા ટ્યૂશન ફી બદની ફી શાળાઓને આપી શકે. વાલીઓને 25 ટકા ફી માફી મળવી જ જોઈએ અને આ માટે કોઇ પણ પ્રકારનું ફોર્મ સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ભરાવવું જોઈએ નહીં. કારણ કે, ઘણીવાર શાળા સંચાલકો વાલીઓ પાસેથી જબરદસ્તીથી ફી માફી નથી જોઈતી. તેવા ફોર્મ ભરાવીને સરકારને ગેરમાર્ગે દોરી શકે છે.
તેમજ વાલી મંડળે વધુમાં જણાવ્યું કે, જે વાલીઓએ ગમે તેમ કરીને પહેલા ક્વાર્ટસની ફી ભરી દીધી છે, તેમને ટ્યુશન ફી બાદ કરીને એડજસ્ટમેન્ટ કરી આપવામાં આવે. એડવાન્સમાં એકસાથે ફી શાળાઓ માંગે નહીં અને આ વર્ષે શાળાની ફી મા પણ પણ વધારો કરવામાં આવે નહીં. સાથે જ વાલીમંડળે સ્પષ્ટ કર્યું હતું કે, ફક્ત ટ્યૂશન ફી જ 25 ટકા બાદ કર્યા બાદ ચૂકવવાની છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની નથી, તે સરકારે સ્પષ્ટ કર્યું છે.