- પાલડીમાં બિમારીથી કંટાળીને વૃદ્ધે જીવન ટુકાવ્યું
- મ્યુકરમાઈકોસિસ થયા હોવાના ભયથી કર્યો આપઘાત
- સ્યુસાઈડ નોટ પરથી ઉકલાયો ભેદ
અમદાવાદ: કોરોના બાદ હવે મ્યુકોરમાયકોસિસ (mucormycosis)નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે પાલડી વિસ્તાર માં આવેલ અમન એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધે મ્યુકોરમાયકોસિસ થયો હોવાના ડર થી આપઘાત કરી તેમનુ જીવન ટુકાવ્યું હતું.
સારવાર દરમિયાન મૃત્યું
નિવૃત્ત જીવન જીવતા નિરંજન પટેલ નામના વૃદ્ધ એ બે દિવસ પહેલા તેમના ફ્લેટના ધાબા પર જઈને દવા પી લીધી હતી. જો કે લાંબા સમય સુધી ઘરે પરત ના ફરતા તેમના પત્ની એ આસપાસ માં તપાસ કરી હતી. જેમાં નિરંજન ભાઈ ફ્લેટ ના ધાબા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓની મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 20 દર્દી નોંધાયા
બિમારીઓથી કંટાળી જીવન ટુકાવ્યું
આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો