ETV Bharat / city

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, 14 જૂનથી AMTS અને BRTS બસોની સંખ્યામાં કરાશે વધારો - ahmedabad corona

અમદાવાદ મહાનગરપાલિકા 14 જૂનથી AMTS અને BRTSની બસોની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. અત્યાર સુધી 50 ટકા AMTS અને BRTSની બસ કાર્યરત હતી, જે હવે વધારીને AMTSની 575 અને BRTSની 250 બસ શરુ કરવામાં આવશે.

the-number-of-amts-and-brts-buses-will-be-increased-from-june-14
14 જૂનથી AMTS અને BRTS બસોની સંખ્યામાં કરાશે વધારો
author img

By

Published : Jun 13, 2021, 7:30 AM IST

  • AMC દ્વારા AMTS અને BRTSની બસોની સંખ્યામાં વધારો
  • 14 જૂનથી AMTSની 575 અને BRTSની 250 બસ શરુ કરાશે
  • કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવશે શરુ

અમદાવાદઃ શહેરવાસીઓ માટે AMC દ્વારા રાહતના સમાચાર...આગામી 14 જૂનથી AMTS અને BRTSની બસોની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. અત્યાર સુધી 50 ટકા AMTS અને BRTSની બસ કાર્યરત હતી, જે હવે વધારીને AMTSની 575 અને BRTSની 250 બસ શરુ કરવામાં આવશે.

14 જૂનથી AMTS અને BRTS બસોની સંખ્યામાં કરાશે વધારો

કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવા વધારો કરાયો

મહત્વનું છે કે, 11 જૂન સુધીમાં 65 હજાર 400 જેટલા પ્રવાસીઓએ AMTS બસની સેવાનો લાભ લીધો હતો. આમ એક અઠવાડિયામાં બસમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આ વધારાને ધ્યાનમાં લઇ અને બસમાં પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ

શું કહે છે AMTS કમિટીના ચેરમેન...?

AMTS કમિટીના ચેરમેન વલ્લભ પટેલે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ બસની સંખ્યામાં 14 જૂનથી વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેની સામે લોકોને પણ એટલી અપીલ છે કે તેઓ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે કોરોનાના અન્ય નિર્દેશોનું પાલન કરવામાં આવે.

આ પણ વાંચોઃ અનલૉકમાં AMTS અને BRTSને આર્થિક ફટકો, રૂપિયા 300 કરોડથી વધુની ખોટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.