ETV Bharat / city

અલવિદા...મોનસુન, ગુજરાતમાંથી ચોમાસું 10 ઓકટોબરે સત્તાવાર વિદાય લેશે - મોનસુન

અમદાવાદઃ ગુજરાતમાં 10 ઓકટોબરથી ચોમાસાની સત્તાવાર વિદાય થશે, તેમ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. સમગ્ર ભારતમાંથી પણ 10 ઓકટોબરે જ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસું થોડુ મોડુ શરૂ થયુ, પણ પાછળથી વધારે લંબાયું હતું.

Ahmedabad
author img

By

Published : Oct 3, 2019, 8:21 PM IST

હવામાન વિભાગની આગાહી કરતાં પણ વરસાદનું જોર વધારે રહ્યું છે. બિહારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ગુજરાતમાં પણ 41 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. આગામી બે વર્ષ સુધીના પાણીનો સંગ્રહ થઈ ગયો છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસું 1 સપ્ટેમ્બરથી વિદાય લેવાની શરૂઆત કરે છે. પણ આ વખતે ચોમાસું વધુ લંબાયું હતું અને પાછોતરો વરસાદ વધુ નોંધાયો હતો. એટલે કે ચોમાસું દેશમાંથી 40 દિવસ મોડા વિદાય લઈ રહ્યું છે.

અલવિદા...મોનસુન, ગુજરાતમાંથી ચોમાસું 10 ઓકટોબરે સત્તાવાર વિદાય લેશે

ગુજરાતમાં અત્યાર સુધીમાં 141 ટકા વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્રમાં ખેતીવાડીને નુકશાન થયું છે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થયો છે, તે દરમિયાન જ વરસાદ આવતાં ગરબાના ખૈલેયાઓ અને આયોજકો નિરાશ થયા હતા. પણ હવે ચોક્કસ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જેનો સૌને આનંદ છે, અને પાણી પાણી કરી નાંખ્યું તેનો પણ સવિશેષ આનંદ છે.

Intro:અમદાવાદ- ગુજરાતમાં 10 ઓકટોબરથી ચોમાસાની સત્તાવાર વિદાય થશે, તેમ હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. સમગ્ર ભારતમાંથી પણ 10 ઓકટોબરે જ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસું થોડુ મોડુ શરૂ થયુ, પણ પાછળથી વધારે લંબાયું હતું. ભારતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.Body:હવામાન વિભાગની આગાહી કરતાં પણ વરસાદનું જોર વધારે રહ્યું છે. બિહારમાં પુરની સ્થિતીનું નિર્માણ થયું હતું. ગુજરાતમાં પણ 41 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. આગામી બે વર્ષ સુધીના પાણીનો સંગ્રહ થઈ ગયો છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસું 1 સપ્ટેમ્બરથી વિદાય લેવાની શરૂઆત કરે છે. પણ આ વખતે ચોમાસું વધુ લંબાયું હતું અને પાછોતરો વરસાદ વધુ નોંધાયો હતો. એટલે કે ચોમાસું દેશમાંથી 40 દિવસ મોડા વિદાય લઈ રહ્યું છે. Conclusion:ગુજરાતમાં અત્યાર સુધીમાં 141 ટકા વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્રમાં ખેતીવાડીને નુકશાન થયું છે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થયો છે, તે દરમિયાન જ વરસાદ આવતાં ગરબાના ખૈલેયાઓ અને આયોજકો નિરાશ થયા હતા. પણ હવે ચોક્કસ પણ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જેનો સૌને આનંદ છે, અને પાણી પાણી કરી નાંખ્યું તેનો પણ સવિશેષ આનંદ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.