અમદાવાદઃ અમદાવાદના અખબારનગર રોડ ઉપર પસાર થતા ધોમધખતાં તડકામાં બપોરના સમયે ETV Bharatની નજરે એક નાના એવા ઝાડ નીચે બેઠેલ બહેન ઉપર પડી. આવી કાળઝાળ ગરમીમાં તેમને શું તકલીફ છે ? તેમ પૂછયું ત્યારે તેમને જણાવ્યું કે, તેઓ કુંભારીનું કામ કરે છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરાની ગરીબ વસ્તીમાં તેઓ રહે છે. પાછલાં કેટલાય વર્ષોથી તેઓ પેઢી દર પેઢી આ કામ કરતા આવ્યાં છે.
લોકડાઉનમાં માટીની બનાવટની ચીજવસ્તુઓ વેચનારાની દયનીય સ્થિતિ
કોરોનાવાયરસે અર્થતંત્રની કમર તોડી નાખી છે ત્યાં ભારત સરકારે અર્થતંત્રને ધમધમતું કરવા આર્થિક પેકેજનો બુસ્ટર ડોઝ આપ્યો છે. પરંતુ,ભારતમાં શહેરોમાં અને ગામડાંઓમાં પરંપરાગત કેટલાય એવા વ્યવસાયો છે કે જે અત્યારે ભાંગી પડ્યાં છે. આ લોકોને સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજમાં કશી જ ગતાગમ પડતી નથી.તેમને તો સરકાર દ્વારા રૂબરૂમાં કોઈ સહાય આપવામાં આવે, તેવી આશા રાખી રહ્યા છે.
લૉક ડાઉનમાં માટીની બનાવટની ચીજવસ્તુઓ વેચનારની દયનીય સ્થિતિ