અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા રદ કરવાની વિદ્યાર્થી સંગઠનોની માંગથી દુષ્પ્રેરણા લઇ ભેજાબાજ વિદ્યાર્થીઓએ આખી પરીક્ષા જ ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, GTUની વેબસાઈટ હેક કરનાર હેકરની સાયબર ક્રાઈમ બ્રાંચ આખરે ધરપકડ કરી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા આપવી ન હતી. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં રાજ્યભરના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર પરીક્ષા અને અન્ય વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકી દીધું હતું. જેને લઇ GTUની વેબસાઈટ હેક કરનાર હેકર્સની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાની itm કોલેજમાં અભ્યાસ કરતા એરોન વર્ગીસ નામના વિદ્યાર્થી કે જે ઈલેક્ટ્રીક એન્જીનીયરીંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે પરંતુ હેકિંગ તેનો રસનો વિષય હોવાથી વિદ્યાર્થીઓ સંબંધિત ચર્ચા દરમિયાન પરીક્ષા ન લેવાય તેવી ચર્ચા કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇ આરોપી એરો વર્ગીસએ પોતાનું દિમાગ લગાવ્યું અને GTUની વેબસાઈટ હેક કરી હતી. આ ડેટા હેકિંગ કરી વિદ્યાર્થીઓની અંગત માહિતી વેબસાઈટ પર મૂકી દીધી. પરીક્ષા ન યોજાય તે માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષાના ડેટા લીક કરી વેબસાઇટ પર જારી કરી દીધા હતા. જેને લઇ અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ વધારવામાં આવ્યો હતો.