અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા, સાબરમતી કે વિસત સહિતના વિસ્તારો અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે તેમ છતાં કોર્ટમાં જૂનાં જ્યૂરિડિકશનને લીધે આ વિસ્તારોમાં રહેતાં લોકોને ન્યાય મેળવવા માટે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જવું પડે છે, કારણ કે અમદાવાદની નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન વર્ષ 2007 બાદ બદલવામાં આવ્યું નથી. હવે અમદાવાદના ભાગ બનેલા લોકોને ન્યાય મેળવવા આજે પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરવી પડે છે.
અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ શહેરનો હદ વિસ્તાર હાલમાં જ વધારવામાં આવ્યો છે, અને પાછલા 13 વર્ષમાં બે-વાર વધારવામાં આવ્યો છે, તેમ છતાં અમદાવાદમાં આવેલી નીચલી કોર્ટમાં હજી જૂનાં જ્યૂરિડિકશન હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવે છે. એટલે કે અમદાવાદના પ્રહલાદનગર, વસ્ત્રાપુર કે સહિતના પોશ વિસ્તારમાં રહેતાં લોકોને હજી પણ ન્યાય મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવી પડે છે.
અમદાવાદ શહેરની હદમાં વધારો પણ નીચલી કોર્ટનું જ્યૂરિડિકશન 13 વર્ષથી બદલાયું નથી