અમદાવાદઃ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોલમાં આતંકી હુમલાને પગલે જાહેરનામું આપ્યું છે. જેમાં મોલમાં પ્રવેશતાં તમામ વાહનોનું ચેકિંગ કરવા તથા ચેકિંગમાં અન્ડર વ્હિકલનો ઉપયોગ કરવા જણાવ્યું છે. મોલમાં પ્રવેશતાં તમામ લોકોનું ચેકિંગ કરવું. હથિયાર સાથે કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો. મોલમાં પ્રવેશતાં તમામ વ્યક્તિઓના સામાન સ્ક્રિનિંગ કરવાનું જ રહેશે.
મોલ્સમાં આતંકી હુમલાની આશંકાની સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ
અમદાવાદ સહિત રાજ્યમાં આતંકી હુમલો થવાની આશંકાને પગલે આઈબીનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોલમાં પણ આતંકી હુમલો થવાની શક્યતાને પગલે જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં સુરક્ષા સંદર્ભે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
મોલ્સમાં આતંકી હુમલાની આશંકાને સંદર્ભે સુરક્ષા વધારવા પોલીસ કમિશનરે આપી આ સૂચનાઓ