અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રાજ્ય સરકારના આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકોને ખાનગી કોરોના હોસ્પિટલમાં આઠ કલાક સવારે અને આઠ કલાક સાંજે ડ્યુટી કરવાનું જણાવવામાં આવ્યું હતું.
હાઈકોર્ટે શિક્ષકોને કહ્યું કે, આવી સ્થિતિમાં આદેશને પડકારો નહી, પરંતુ ડ્યુટી કરો. જિલ્લામાં કાર્યરત 265 પ્રાથમિક શિક્ષકોને કોરોના હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક પર કાર્યરત રાખવામાં આવ્યાં હતા. જિલ્લાના લગભગ 900 જેટલા શિક્ષકોને ડોર ટુ ડોર સર્વેમાં પણ કાર્યરત કરાયા છે. શિક્ષણ વિભાગ તરફથી આ મુદ્દે શિક્ષકોને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી.
આ મુદ્દે ગુજરાત પ્રાઈમરી ટીચર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, અમને પૈસા કે ભથ્થાની લાલચ નથી, પરંતુ સેફટીની જરૂર છે અને PPE કીટ સહિતની સુવિધા આપવામાં આવે એવી માગ કરી છે.