ETV Bharat / city

PUB-G ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી - high court

અમદાવાદ: રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા PUB-G ગેમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર ગુરૂવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠને આ જાહેરહિતની અરજીમાં કોઈ જાહેરહિત ન લાગતા હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. જો કે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે, પીડિત વ્યક્તિ ન્યાય માટે આ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 12, 2019, 12:48 AM IST

PUB-G ગેમને પ્લે સ્ટોર પરથી આશરે દસ કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે અને સમગ્ર વિશ્વમાં ગેમને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે. ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા સી.આર.પી.સીની કલમ 144 મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ , સુરત ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે આ ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનો તારણ આવ્યો હતો.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે CRPCની કલમ 144 તોફાન, રમખાણ અથવા વિપરીત પરિસ્થિતિઓમાં ઉપયોગ કરાય છે. જ્યારે ગેમ રમવા પર આનો ઉપયોગ કરી શકાય નહીં. અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે. પરંતુ રાજકોટના કેટલાક શહેરોમાં 30 એપ્રિલ સુધી આ ગેમ પર હજુ પણ પ્રતિબંધ લાગુ છે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ 21 લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યાવહી મુદ્દે પણ દલીલ કરી હતી.

અરજદારના વકીલ મનન ભટ્ટે હાઇકોર્ટમાં રજૂઆત કરી કે, સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ગેરબંધારણીય છે. આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ ગેમથી હિંસા ફેલાતી હોવાની વાત હજી સુધી પુરવાર થઈ નથી. કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં કારણ કે આ બંધારણના આર્ટીકલ 14 , 21 અને 19નું ઉલ્લંઘન છે. હાઇકોર્ટે અરજીમાં જાહેરહિત ન હોવાથી PILને સાંભળવાનો ઇન્કાર કર્યો હતો અને ભવિષ્યમાં પીડિત વ્યક્તિ જો ઈચ્છે તો ન્યાય માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે.

Intro:રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા PUB-G ગેમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર ગુરુવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠને આ જાહેરહિતની અરજીમાં કોઈ જાહેરહિત ન લાગતા હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. જોકે હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે પીડિત વ્યક્તિ ન્યાય માટે આ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે...

Body:PUB-G ગેમને પ્લે સ્ટોર પરથી આશરે દસ કરોડ લોકોએ ગેમ ડાઉનલોડ કરવી છે અને સમગ્ર વિશ્વમાં ગેમ ને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા સી.આર.પી.સી ની કલમ 144 મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ , સુરત ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું કારણકે આ ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનો તારણ આવ્યો હતો.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે CRPCની કલમ 144 તોફાન , રમખાણ અથવા વિપરીત પરિસ્થિતિઓમાં ઉપયોગ કરાય છે જ્યારે ગેમ રમવા પર આનો ઉપયોગ કરી શકાય નહિ...

અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યું છે પરંતુ રાજકોટ કેટલાક શહેરોમાં ૩૦મી એપ્રિલ સુધી આ ગેમ પર હજી પણ પ્રતિબંધ લાગુ છે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ ૨૧ લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યાવહી મુદ્દે પણ દલીલ કરી હતી.

અરજદારના વકીલ મનન ભટ્ટે હાઇકોર્ટમાં રજુઆત કરી કે સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે એ ગેરબંધારણીય છે. આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે . આ ગેમથી હિંસા ફેલાતી હોવાની વાત હજી સુધી પુરવાર થઈ નથી. કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં કારણ કે આ બંધારણના આર્ટીકલ 14 , 21 અને 19 નું ઉલ્લંઘન છે.

Conclusion:હાઇકોર્ટે અરજીમાં જાહેરહિત ન હોવાથી PILને સાંભળવાનો ઇન્કાર કર્યો હતો અને ભવિષ્યમાં પીડિત વ્યક્તિ જો ઈચ્છે તો ન્યાય માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.