અમદાવાદ:હાઈકોર્ટે લીધેલ સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ઘરની નીકળનાર લોકો માટે માસ્ક ફરજીયાત છે અને જો કોઈ માસ્ક વગર બહાર નીકળે તો તેને 1 હજાર રૂપિયા સુધી દંડ કરો અને જો કોઈ વ્યક્તિ નારાજ થાય તો તેની ચિંતા રાજ્ય સરકારને કરવાની જરૂર નથી. એટલું જ નહિ હાઈકોર્ટે ટોસિલિઝુમાબ ઇન્જેક્શનની કાળા બજારી પર આકરી કાર્યવાહી કરવાનો સરકારને આદેશ કર્યો છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે અત્યાર સુધી નકલી ટોસિલિઝુમાબ ઇન્જેક્શનના બે રેકેટ પકડ્યાં છે.
લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર સુધી દંડ વસૂલવાની હાઈકોર્ટે સરકારને કરી ટકોર - દંડ
કોરોના મહામારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓ મોટો અરજીમાં શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું કે જો લોકો માસ્ક ન પહેરે તો દંડની 1 હજાર રૂપિયા સુધી કરવામાં આવે. અત્યારની સ્થિતિ પ્રમાણે લોકોએ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે.