ETV Bharat / city

સુરતના કાર્યરત ઔદ્યોગિક એકમો તેમજ કોરોનાના કેટલા ટેસ્ટ કરાયાનો રિપોર્ટ સરકાર રજૂ કરેઃ હાઈકોર્ટ

સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. છત્તાપણ ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે. ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

High Court
સુરતના કેટલા ઔધોગિક એકમો કાર્યરત તેમજ કોરોનાના કેટલા ટેસ્ટ કરાયાનો રિપોર્ટ સરકાર રજૂ કરે
author img

By

Published : Sep 16, 2020, 11:04 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા ઉદ્યોગમાં કામ કરતા મજૂરો પરત ફરી રહ્યાં છે, ત્યારે ડાયમંડ અને હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગોમાં કોરોનાથી બચવા માટે ક્યાં પ્રકારના પગલાં લેવાય છે. એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

હાઈકોર્ટે આપેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, હાલ કેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, કેટલા કર્મચારીઓએ પરત ફરી કામ શરૂ કર્યું છે. આ ઔદ્યોગિક એકમોમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે તે સહિત તમામ વિગતો રજૂ કરવાનો સરકારને આદેશ કર્યો છે. કોરોનાથી જીવ બચાવવા માટે ઉપયોગી બનેલા ઇન્જેક્શન અને દવા જે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં આપવા આવ્યાં છે કે કેમ તેની તપાસ કરવાનો પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટના આદેશથી રચવામાં આવેલી 5 ડોક્ટરોની ટીમે અલગ-અલગ સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જો કે, આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ 2 સપ્તાહ પછી રજૂ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન પર 6761 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 78 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. આ ઉપરાંત સુરત બસ સ્ટેન્ડ પર 41 અને ચેક પોઇન્ટ પર 85 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

હાઈકોર્ટે 900 MBBSના વિદ્યાર્થીઓ કે, જે હાલ કોવિડ સહાયકની ડ્યૂટી કરી રહ્યાં છે, તેમની પ્રશંશા પણ કરી છે. આ પ્રકારના લોકો મેડિકલ સ્ટાફમાં આવશે તો ભવિષ્યમાં કોઈ તકલીફ નહી પડે. રાજકોટમાં જે સ્થિતિ કોરોનાથી વણસી રહી છે, તેના પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે તેવો પણ નિર્દેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.