ETV Bharat / city

17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરશે - gujarat high court SOP

કોરોના મહામારીને કારણે કેટલાક સમયથી ગુજરાત હાઈકોર્ટની સુનાવણી ઓનલાઈન કરવામાં આવી રહી હતી. જ્યારે કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ચૂકી છે અને કોરોનાના કેસ પણ રોજના 100થી ઓછા નોંધાઈ રહ્યા છે, ત્યારે 17મી ઓગસ્ટથી કોરોનાની ગાઈડલાઈન સાથે ગુજરાત હાઈકોર્ટની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર શરૂ કરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : Aug 10, 2021, 8:05 PM IST

  • 17મી ઓગસ્ટથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થશે શરૂ
  • નામદાર ગુજરાત હાઈકોર્ટે બહાર પાડી SOP
  • કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિર્દેશોનું કરવું પડશે પાલન

અમદાવાદ: કોરોનાની વિપરીત અસરમાં 16 મહિના બાદ ગુજરાત હાઈકોર્ટ 17 ઓગસ્ટથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા જઇ રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર સામે આગમચેતી પગલાં લેતા આજે 10 ઓગસ્ટના રોજ હાઇકોર્ટ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ પ્રોસિજર અંતર્ગત તમામ નિયમોનું હાઇકોર્ટના સ્ટાફ, વકીલો તેમજ કેસ માટે આવતા પક્ષકારોએ પાલન કરવાનું રહેશે.

પ્રવેશ લેતા પહેલા તમામનું થશે થર્મલ સ્ક્રીનીંગ

કોર્ટે બહાર પાડેલી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ લોકો હાઇકોર્ટમાં પ્રવેશ ગેટ નંબર 2 અને 5થી લઇ શકશે. ગેટ નંબર બે અને પાંચ ઉપર પ્રવેશ લેનારા તમામ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈને ફલૂ, તાવ કે કફ હોય તો તે લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે વકીલો, પક્ષકારો અને રજીસ્ટર ક્લાર્ક કોર્ટના પરિસરમાં આવેલા બાર રૂમ સુધી પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત કોર્ટના બીજા માળે જવા માટે એલિવેટર બંધ રાખવામાં આવી છે.

17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર સાથે શરૂ થશે

આ પણ વાંચો- 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ, SOP નક્કી કરવા સોમવારે યોજાઈ શકે છે બેઠક

કોર્ટમાં પ્રવેશ લેનારાઓએ ફરજિયાત નિયમોનું પાલન કરવાનું રહેશે- હાઇકોર્ટ

નામદાર ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલી SOPમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે લોકો હાઇકોર્ટમાં પ્રવેશ લેશે તેમણે ફરજિયાત ધોરણે નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક ફરજીયાત પહેરવું, યાદચ્છિક રીતે થતી તપાસમાં થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરાવડાવવું, હાથને સેનેટાઇઝ કરવા, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરેનું પાલન કરવાનું રહેશે. આ સાથે કોર્ટે જે વ્યક્તિ 65 વર્ષથી વધુના હોય તેવા વકીલો, ક્લાર્ક, પક્ષકારોને કે જેવો કોમોર્બોડિટીઝનો સામનો કરી રહ્યા હોય તે લોકો કોર્ટથી દૂર રહી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.