- ફી સમિતિએ સૂચવેલા ઘટાડાને તત્કાલ અમલનો કોઈ વિચાર નહીંઃ રાજ્ય સરકાર
- રાજસ્થાનમાં પણ ફી મુદ્દે ઉઠેલા મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી
- સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે તે પ્રમાણે સરકાર પાગલાં લેશે
અમદાવાદઃ કોરોના સમયે શાળાઓમાં કરાયેલા 25 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો જેની સામે કોલેજમાં પણ ફી ઘટાડાની માંગ સાથે કરાયેલી અરજીમાં સરકારે શુક્રવારે નામદાર કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ફી સમિતિએ સૂચવેલા ઘટાડાને તત્કાલ અમલ કરવાનો સરકાર કોઈ વિચાર કરી રહી નથી. તેની સામે રાજસ્થાનમાં પણ ફી મુદ્દે ઉઠેલા મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને ચુકાદો અનામત છે. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે.
આ પણ વાંચોઃ કોલેજોમાં પણ ફી ઘટાડવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી
ગુજરાત સરકારની રજૂઆત સામે નામદાર હાઇકોર્ટનો જવાબ
ગુજરાત સરકારની રજૂઆત સામે નામદાર હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે એ બધાને બંધનકર્તા રહશે. પણ હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરી છે. કોલેજ ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ વચગાળાનો હુકમ કરી શકે છે.
આ પણ વાંચોઃ ABVP દ્વારા ધારુકા કોલેજમાં ફી મુદે પ્રિન્સિપલને આપ્યું આવેદનપત્ર