ETV Bharat / city

હવે કબ્રસ્તાનમાં ચાલશે બુલ્ડોઝર, ગુજરાત હાઈકોર્ટે આ જગ્યા પર ગેરકાયદે દબાણ દૂર કરવા કર્યો હૂકમ - ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ

અમદાવાદ શહેરમાં બેહરામપુરા વિસ્તારના કબાડી માર્કેટને(Behrampura Flea Market) લઈને ગુજરાત હાઈકોર્ટએ મહત્વપૂર્ણ  ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં 40 વર્ષ કાયદાકીય લડત બાદ પાંચ પીર કબ્રસ્તાનની ગેરકાયદે(Encroachments of Behrampura New Flea market) જગ્યાના દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

Encroachments of Behrampura New Flea market: પાંચ પીર કબ્રસ્તાનની ગેરકાયદે જગ્યાનો દબાણ દૂર કરવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

author img

By

Published : Apr 26, 2022, 8:22 PM IST

અમદાવાદ: શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં કબાડી માર્કેટને(Behrampura Flea Market) લઈને ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court Ahmedabad) મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે પાંચ પીર કબ્રસ્તાનની જગ્યા પર દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો છે. આ હુકમમાં કોર્ટે 3 મહિનામાં આ જગ્યા ખાલી કરવા કહ્યું છે. કબ્રસ્તાન દૂધવાલા જમાત હસ્તક 40 વર્ષની કાયદાકીય લડત બાદ અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં દૂધવાલા જમાત હસ્તકના પાંચ પીર કબ્રસ્તાનની જગ્યા પરથી ન્યૂ કબાડી માર્કેટ દ્વારા અનઅધિકૃત દબાણ(Encroachments of Behrampura Flea market) બાબતે ચૂકાદો આવ્યો છે.

ન્યૂ કબાડી માર્કેટમાં થયેલ દબાણ દૂર કરવા માટે હુકમ - આ કેસમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે, શરૂઆતમાં અમદાવાદ સિવિલ કોર્ટમાંથી આ બાબત હાઈકોર્ટ સુધી પહોંચી હતી. જે બાદ આ મામલો હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટ મામલો પહોંચ્યો હતો, જે બાદ ફરી સુપ્રીમ કોર્ટે આ કેસ હાઇકોર્ટમાં સુનાવણી માટે પરત મોકલ્યો હતો. ત્યારબાદ હવે દૂધવાલા જમાતની તરફેણમાં આદેશ કરતા હાઇકોર્ટ વર્ષ 1978ના ચુકાદાને માન્ય રાખતા ન્યૂ કબાડી માર્કેટમાં થયેલ દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો છે.

આ પણ વાંચો: પાટણમાં દબાણ દૂર કરવા મુદ્દે યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

શું છે સમગ્ર મામલો - આ કેસમાં દૂધવાલા જમાત હસ્તકના પાંચ પીર કબ્રસ્તાનની કેટલીક જમીન વર્ષ 1965માં 99 વર્ષના ભાડાપટ્ટે બે વણિક બંધુઓને સોંપી હતી. જોકે આ બંને મળીને આ જમીન ન્યૂ કબાડી માર્કેટ કોર્પોરેશનને સોંપી દીધી હતી. તે બાદ 1969માં ન્યૂ કબાડી માર્કેટ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલ જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાના દાવા સાથે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે અંગે વર્ષ 1978માં અમદાવાદ સિવિલ કોર્ટે જમાતની તરફેણમાં ચૂકાદો આપતા દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો.

અરજદાર વકીલનું કહેવું છે કે - વર્ષ 1985માં ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ કોર્ટના ચૂકાદોને પડકારવામાં આવ્યો હતો. જે બાબતે વર્ષ 2017માં હાઇકોર્ટે ચુકાદો આપતા સિવિલ કોર્ટના ચૂકાદોને રદ કર્યો હતો. જેથી દૂધવાલા જમાતે હાઇકોર્ટના ચૂકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ફરીથી કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મોકલી આપ્યો હતો. જેથી તેની નવેસરથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંગે હવે હાઇકોર્ટે આદેશ કરતા વર્ષ 1978માં સિવિલ કોર્ટે(Civil Court Ahmedabad) આપેલા ચૂકાદોને માન્ય રાખ્યો છે અને ન્યૂ કબાડી માર્કેટ કોર્પોરેશનની અપીલ ખર્ચ સહિત રદ્દ કરેલી છે.

આ પણ વાંચો: વડોદરાઃ સિદ્ધિવિનાયક મંદિર પાસેના ગેરકાયદે દબાણ દૂર કરવા ગયેલી ટીમ વિલા મોઢે પરત ફરી

40 વર્ષની કાયદાકીય લડત - હાઈકોર્ટે શાંતિપૂર્ણ રીતે આગામી ત્રણ મહિનામાં ન્યૂ કબાડી માર્કેટના અતિક્રમણ કરેલી જગ્યા ખાલી કરી આપવાની સાથે સાથે વર્ષ 1978થી પ્રતિમાસ રુપિયા 3 હજારનું ભાડું ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે. 40 વર્ષની કાયદાકીય લડત બાદ ત્રણ હજાર ચોરસ મીટરનું કબાડી માર્કેટનું પાંચ પીર કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા હાઈકોર્ટનો નિર્દેશ(Gujarat High Court Order) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.