- ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણાના કાયદા મામલો
- કાયદાની કલમ 5 ઉપર સ્ટે હટાવવા એડવોકેટ જનરલની રજૂઆત
- એડવોકેટ જનરલની અરજી પર ગુરૂવારે થશે વધુ સુનાવણી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ અગાઉ જ ધર્મ સ્વતંત્રતા સુધારાની અમુક કલમ ઉપર વચગાળાનો હુકમ કરતા સ્ટે લગાવ્યો હતો. આજે બુધવારે 25 ઓગસ્ટે ફરી વાર આ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે સરકારનો પક્ષ મુકતા ધર્મ સ્વતંત્રતા સુધારો કે જે સામાન્ય રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાય છે, તેની કલમ 5 પર મનાઇ હુકમ હટાવવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કલમ-5 ને લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં એડવોકેટ જનરલ કોર્ટમાં જણાવ્યું હતું કે, કાયદાના સેક્શન 5માં બાબતોનો કોઈ જ ઉલ્લેખ નથી. જોકે રજૂઆત બાદ હાઇકોર્ટે કલમ 5 અંગે એડ્વોકેટ જનરલને કેટલાક સવાલો પણ પૂછ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા હતા. આ મુદ્દે વધુ સુનાવણી 26 ઓગસ્ટે કરવામાં આવશે.
આ પણ વાંચો: ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ
માત્ર લગ્નના આધાર પર FIR નહી
ઉલ્લેખનીય છે કે, લવ જેહાદના કાયદાની અમુક જોગવાઇઓની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3,4,5 અને, 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકે નહીં, તેવું હાઈકોર્ટનું અવલોકન હતું. હાઇકોર્ટે આદેશ કહ્યું હતું કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું સાબિત કર્યા બાદ જ FIR થઈ શકશે.
આ પણ વાંચો: સુરતમાં લવ જેહાદ : પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું