ETV Bharat / city

ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ સાથે મુખ્યપ્રધાન રૂપાણીએ કરી વાત, 3 કરોડની ભેટ આપવાની કરી જાહેરાત

વડનગર તાલુકાના સુંઢીયા ગામની દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે પેરાલિમ્પિકના સેમીફાઇનલમાં જીત્યા બાદ અંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ટેબલ ટેનિસ ગેમમાં સિલ્વર મેડલ જીતવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગર્વનો માહોલ છવાઈ ગયો છે. જેને લઈ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવિના સાથે વીડિયોકોલના માધ્યમથી વાતચીત કરી છે.

ભાવિના પટેલ સાથે CM રૂપાણીએ કરી વાત
ભાવિના પટેલ સાથે CM રૂપાણીએ કરી વાત
author img

By

Published : Aug 30, 2021, 1:00 PM IST

  • પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે
  • ભાવિના પટેલે મહિલા સિંગલ્સમાં સિલ્વર જીતી ઇતિહાસ રચ્યો
  • CM રૂપાણીએ ભાવિના સાથે વીડિયોકોલથી કરી વાતચીત

અમદાવાદ- ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવિનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો તો ભાવિનાએ આ રમતમાં ભારતની પહેલી મહિલા ખેલાડી તરીકે સિલ્વર મેડલ જીત્યો છે.

ભાવિના પટેલ સાથે CM રૂપાણીએ કરી VC માધ્યમથી વાત

દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે ગુજરાતનું નામ રોશન કર્યું

ભાવિનાની અર્થાત મહેનતને પગલે તેને સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી હતી. આ પહેલા તે ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયાની બોરિસ્લાવા રેંકોવિચ પેરિચને 11-5, 11-6, 11-7થી હરાવીને સેમીફાઈનલમાં પહોંચી હતી. આજે ભારતને સિલ્વર અપાવી ગૌરવ વધારનાર આ દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોલથી ભાવિનાને પાઠવી શુભેચ્છાઓ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વીડિયો કોલથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિજય રૂપાણીએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂપિયા ત્રણ કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કર્યાની વાત કરી છે. ભાવિના પટેલને આગામી પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ પર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી છે. વિજય રૂપાણીએ ભાવિના પટેલના માતા-પિતા સાથે પણ વિડીયો કોલથી વાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

3 કરોડ રૂપિયા સરકાર દ્વારા ભાવિનાને પુરસ્કાર

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસ રમતમાં આગવી સિદ્ધી મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. રૂપાણીએ ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહનરૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.