અમદાવાદ: અમદાવાદને મળેલી 10 જોડી ટ્રેન અમદાવાદના કાલુપુર સ્ટેશનથી ઉપડશે અને તેના ગંતવ્ય સ્થાને જઈને પરત કાલુપુર સ્ટેશન આવશે. આ ટ્રેનો અમદાવાદના મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે નહીં. આજે 1 જૂને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી સૌપ્રથમ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન 'સંપર્કક્રાંતિ' અમદાવાદથી દિલ્હીમાં આવેલા નિઝામુદ્દીન જવા સાંજે 05:30 વાગ્યે રવાના થઈ હતી. તમામ મુસાફરોની રિઝર્વ ટિકીટ ચેક કરવામાં આવી હતી. સાથે-સાથે રેલવેના કર્મચારીઓ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ, ઓટોમેટીક થર્મલ મશીન, હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને દરેક મુસાફર માસ્ક પહેરેલું રાખે તેનું પણ ધ્યાન રખાયું હતું.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રથમ સ્પેશિયલ પેસેન્જર ટ્રેન દિલ્હી જવા રવાના - અમદાવાદ
સમગ્ર ભારતમાં કોરોના વાઇરસને લઈને અપાયેલા લોકડાઉન બાદ તેને અનલોક કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે રેલવે દ્વારા પણ સમગ્ર દેશમાં 200 જેટલી સ્પેશિઅલ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી રહી છે. અમદાવાદને તેમાંથી 10 જોડી ટ્રેન મળી છે.