- જન્મતાની સાથે MIS-Cનો બાળક શિકાર બન્યો
- બાળકને ફેફસા મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર છતાં મળ્યું નવું જીવન
- સેમી કોમાં અવસ્થામાં પહોંચેલા બાળકની 9 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો
અમદાવાદ: રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત અમદાવાદમાં સાર્થક થઈ છે અને માત્ર 9 દિવસના બાળકને MIS-Cમાં જીત મેળવી છે. કોરોનાની બીજી લહેર પૂર્ણ થવાના આરે છે. કોરોનાની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ છે. કોરોનાગ્રસ્ત બાળકો પર MIS-C એટલે કે મલ્ટીઓર્ગન ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ રોગે ભરડો લીધો છે.
જન્મના 12 કલાક બાદ MIS-Cનો થયો શિકાર
MIS-C રોગથી બાળકોનો જીવ પણ જઈ શકે છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતના સૌથી નાના બાળકએ MIS-C નામની બીમારીને મ્હાત આપી છે. અમદાવાદના વૈષ્ણવદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને જન્મના 12 કલાકમાં જ MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બાળકની સઘન સારવાર કરવામાં આવતા બાળકે બીમારીને મ્હાત આપી છે. 12 કલાકના બાળકને MIS-Cની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે . નોંધનીય છે કે, બાળકની માતા પ્રેગનેન્સીમાં 8માં મહિને કોરોના સંક્રમિત થઇ હતી. આ બાળકનો જન્મ થયો હતો. જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બીમારી થઇ હતી.
આ પણ વાંચો : બ્લેક ફંગસ ફક્ત ભારતમાં જ કેમ ફેલાઈ રહી છે? નિષ્ણાતોનું શું કહેવું છે જાણો
સઘન સારવાર દ્વારા ડોક્ટરને મળી સફળતા
નવ દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી હતી.જેમાં ચાર દિવસ ઓક્સિજન આપવામાં આવ્યો હતો.આ બાળકને હૃદયના પમપિંગ મજબૂત કરવાં માટેની દવા આપવામાં આવી હતી. આ બાળકને IV-IG ઇન્જેક્શન આપવામાં આવ્યા અને સ્પોટીવ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવી હતી.આ ફૂલ જેવા બાળકને ફેફસા મગજ કિડની અને હૃદય ઉપર રોગની અસર થઈ હતી.
9 દિવસની સારવાર બાદ બાળક થયું સાજુ
બાળકના મગજ ફેફસા અને કિડની ઉપર અસર થતા બાળક સેમી કોમાં અવસ્થામાં પહોચ્યું હતું. આ બાળકને તબીબો માટે બચાવવું પડકારરૂપ હતું. તો બીજી તરફ તબીબોના મતે બાળકની કિડની પણ ફેઈલ થવાની તૈયારીમાં પહોંચી હતી. બાળકને ચાર દિવસ સુધી ઓકસીજન ઉપર રાખી યોગ્ય સારવાર કરતા બાળક અંતે ખતરા માંથી બહાર આવ્યું હતું. જોકે 9 દિવસ સુધી સધન સારવાર લીધા બાદ અંતે બાળકે MIS-Cને મ્હાત આપી છે. બાળકને જન્મતાની સાથે MIS-C થતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું હતું જોકે સારવાર બાદ અંતે બાળક સવસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો : 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું