ETV Bharat / city

ધંધુકામાં શુદ્ધ પાણી માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ 7 વર્ષ પછી પણ બંધ હાલતમાં - નગરપાલિકા તંત્ર

રાજ્ય સરકાર રાજ્યમાં તમામ લોકો સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના મોટા મોટા દાવા કરે છે, પરંતુ ધંધુકામાં જ આનાથી વિપરીત સ્થિતિ સર્જાઈ છે. ધંધુકા નગરના પીરાસર તળાવ નજીક અને સૂર્યલોક નગર પાસે 7 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આટલા વર્ષો પછી પણ આજે આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટ સાથે સંપ તથા 3 લાખ 10 હજાર લીટરની ક્ષમતાવાળી ટાંકીથી ધંધુકાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો.

ધંધુકામાં શુદ્ધ પાણી માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ 7 વર્ષ પછી પણ બંધ હાલતમાં

author img

By

Published : Jan 2, 2021, 10:28 AM IST

  • ધંધુકામાં 7 વર્ષ પહેલા બનેલો ફિલ્ટર પ્લાન્ટ આજે પણ બંધ મૃતપાય હાલતમાં
  • 1 વર્ષ પહેલા પાણી-પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા ફિલ્ટર પ્લાન્ટના પ્રશ્ને ધંધુકા આવ્યા હતા
  • ધંધુકા પાલિકા તંત્ર સાથે બેઠક યોજી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા કરવામાં આવ્યો હતો આદેશ
  • ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાના આદેશ બાદ એક વર્ષ પૂર્ણ છતા 'જૈસે થે'ની સ્થિતિ યથાવત્
  • ધંધુકાના લોકોને ફિલ્ટર પ્લાન્ટમાંથી શુદ્ધ પીવાના પાણી મળવાની આશા ઠગારી નીવડી
    ધંધુકામાં શુદ્ધ પાણી માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ 7 વર્ષ પછી પણ બંધ હાલતમાં
    ધંધુકામાં શુદ્ધ પાણી માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ 7 વર્ષ પછી પણ બંધ હાલતમાં

ધંધુકાઃ નગરપાલિકા તંત્ર દ્વારા અહીં 7 વર્ષ પહેલા ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યો હતો. લોકોને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી આ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન થયો તે ના જ થયો. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા એક વર્ષ પહેલા ડિસેમ્બરમાં ફિલ્ટર પ્લાન્ટના પ્રશ્ને ધંધુકા આવ્યા હતા ત્યારે તેમણે પાલિકા તંત્ર સાથે બેઠક કરી હતી. અને ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યા હતા, પરંતુ નગરપાલિકા તેમના પણ આદેશને ઘોળીને પી ગયું અને પ્લાન્ટ શરૂ ન જ કર્યો.

પાણી પૂરવઠા પ્રધાનના આદેશને પણ ઘોળીને પી જતી નગરપાલિકાને કોણ પહોંચશે?

ધંધુકાના સ્થાનિકોમાં ગણગણાટ છે કે, નગરજનોને ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરી મૂર્ખ જ બનાવવાનો કારસો હતો કે શું? પાણી પૂરવઠા પ્રધાનના આદેશનું ઉલ્લંઘન થતું હોય તો ફિલ્ટર પ્લાન્ટ કોણ અને ક્યારે ચાલુ કરાવશે તે અંગે યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ધંધુકા નગરજનોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, અરે ભાઈ જુઓ તો ખરા.... ! રાજ્ય સરકારના પાણી પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના આદેશો પણ એળે ગયા ત્યારે સાત વર્ષથી તૈયાર થયેલા હવે આ ફિલ્ટર પ્લાન્ટનું શું થશે? લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે ખરૂું? તેવી લોકો મુખે ચર્ચાઓ વહેતી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.