ETV Bharat / city

13 વર્ષના બાળકની કિડની ફેઇલ થતાં પિતાએ કિડની દાન કરી - Kidney Hospital

એક 13 વર્ષના બાળકની કીડની ખરાબ થઈ જતા તેના પિતાએ તેને કિડની ડોનેટ કરી હતી. 13 વર્ષીય યશ સ્કૂલમાં અભ્યાસ કરી અને બાકીનો સમય રમતગમતમાં પસાર કરી ખુશખુશાલ જીવન વ્યતિત કરી રહ્યો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે, 2018નું વર્ષ તેના માટે કાળમુખુ બની રહેશે. 2018માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઈ, જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઈ હતી. આ સમસ્યાની સારવારના ભાગરૂપે ડાયાલિસીસની જરૂરિયાત જણાઈ આવતા નિયમિત ડાયાલિસીસ શરૂ કરાવવામાં આવ્યું હતું.

બાળકની કિડની ફેઇલ થતાં પિતાએ કિડની દાન કરી

author img

By

Published : Apr 5, 2021, 8:28 PM IST

  • નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બિમારીએ યશના જીવનમાં પગપેસારો કર્યો
  • અમદાવાદ સિવિલમાં પ્લાઝમાફેરેસિસ સારવાર દ્વારા યશને યશસ્વી જીવન મળ્યું
  • સ્કુલ હેલ્થ યોજના અંતર્ગત 25 લાખના માતબર ખર્ચની સારવાર નિ:શુલ્ક ઉપલ્બધ

અમદાવાદઃ એક 13 વર્ષના બાળક યશની કિડની ખરાબ થઈ હતી. 2018માં યશની કિડની ફેલ થવાની તેના પરિવારજનોને જાણ થઈ, જે સાંભળી પરિવારજનોના પગ તળે જમીન ખસી ગઈ હતી. બાળકની વેદના વળી પિતા કેમ જોઈ શકે? ગમે તે ભોગે પોતાના 13 વર્ષીય બાળક યશને બચાવવા તેના પિતા અથાગ મહેનત કરી રહ્યાં હતા. તેઓએ કિડની હોસ્પિટલના તબીબોને પોતાની કિડની બાળકમાં પ્રત્યારોપણ કરવા માટેનો પણ પ્રસ્તાવ મૂક્યો. સદભાગ્યે યશના પિતાનું કેડેવર યશથી મળી આવ્યું અને 2019માં પોતાના પિતા દ્વારા દાન કરાયેલી કિડનીના પ્રત્યારોપણ થકી યશને નવજીવન મળ્યું છે.

બાળકની કિડની ફેઇલ થતાં પિતાએ કિડની દાન કરી
બાળકની કિડની ફેઇલ થતાં પિતાએ કિડની દાન કરી

આ પણ વાંચોઃ કળિયુગમાં જોવા મળી રામ-લક્ષ્મણની જોડી, રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી

પ્રત્યારોપણ પછી યશ નવી બિમારીનો શિકાર થયો

દુર્ભાગ્યનું પૈડું અહીંયા થંભે એવું તો ક્યાં હતું. યશના પિતા દ્વારા દાન કરાયેલી કિડની વળે કરવામાં આવેલા પ્રત્યારોપણ બાદ એક જ દિવસમાં યશ “નેફ્રોટિક સિન્ડ્રોમ” નામની બિમારીથી પીડાતો થયો. જે સમગ્ર વિશ્વમાં જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે. આ બિમારીનું નિદાન થતા “પ્લાઝમાફેરેસિસ” જ એક માત્ર વિકલ્પ હતો, જે એક ખર્ચાળ થેરાપી છે. જેમાં લોહીને પાછુ ખેચીંને પ્લાઝમાં અને કોષોને છૂટા પાડવામાં આવે છે અને આ કોષોને રક્તપ્રવાહમાં ફરીથી સ્થાનાંતરિત કરીને લોહીમાંથી પ્લાઝમાં દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને ઓટોઇમ્યુન સ્થિતિમાં પહોંચેલા માનવશરીરમાંથી એંટીબોડીને હટાવવા માટે કરવામાં આવે છે, જે કારણોસર તે અત્યંત ખર્ચાળ બની રહે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચોઃ સુરતમાં મોટી બહેને નાની બહેનને કિડનીનું દાન કરી નવું જીવન આપ્યું

પ્લાઝમાંફેરેસિસના 50 સેશન્સ લીધા

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની હોસ્પિટલના તબીબ ડૉ. સાહાએ કહ્યું કે, આ સમગ્ર સારવાર દરમિયાન અમને વિશ્વાસ હતો કે પ્રત્યારોપણ કરવામાં આવેલી કિડનીમાં પ્લાઝમાફેરેસિસ પ્રક્રિયાથી હકારાત્મક પરિણામ મળી રહેશે. પરંતુ તેને કેટલો સમય લાગશે તેની સમયમર્યાદાને લઇ એક પ્રશ્નાર્થ હતો. જોકે, અન્ય વિકલ્પ ન હોઇ અમે માતા-પિતાની સહમતીથી આ થેરાપી માટે આગળ વધ્યા હતા. પ્લાઝમાફેરેસિસના 50 સેશન્સ બાદ અમને ધાર્યુ પરિણામ મળવાનું શરૂ થયું અને તબીબોની મહેનત અને માતા-પિતાની તબીબોમાં રાખેલી શ્રદ્વા કામે લાગી. આજે યશમાં પ્રત્યારોપણ થયેલી કિડની સામાન્ય સ્થિતિમાં 0.6 એમજી/ડીએલનું ક્રિએટિનાઇન લેવલ જાળવી રહી છે.

આ પણ વાંચોઃ જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ

ખૂબ જ ખર્ચાળ છે આ સારવાર

કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, પ્લાઝમાફેરેસિસના સારવારનો વિદેશમાં સેશન દીઠ 2000 યુ.એસ. ડોલર એટલે કે અંદાજે રૂપિયા 14 લાખનો ખર્ચ થતો હોય છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાના સોનપરા ગામના ખેડૂત પરિવારના યશસ્વી પુત્ર યશના જીવનને કાર્યદક્ષ બનાવવા અંદાજીત 25 લાખની અત્યંત ખર્ચાળ સારવાર શક્ય ન હતી. પરંતુ સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સમગ્ર સારવારને આવરી લેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.