- દાંડીયાત્રા શરૂ થતાં જ પોલીસે અટકાવવાનો કર્યો પ્રયાસ
- કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રાનું સુરસુરીયું
- પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
અમદાવાદઃ એક તરફ નરેન્દ્ર મોદી દાંડીયાત્રાના ફ્લેગ ઓફ કરી હતી તો બીજી તરફ કોંગી નેતાઓ અને કાર્યકરોને પોલીસે અટકાવવાની શરૂઆત કરી હતી પરંતુ પોલીસે અટકાવી શકી ન હતી. તે દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે કોંગ્રેસના કાર્યકરો એલિસ બ્રિજ પહોંચ્યા હતા, ત્યારે 50 કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઇ હતી.
પોલીસ દ્વારા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી
જ્યારે આ મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડાએ જણાવ્યું કે, સરકાર અત્યાચાર કરી રહી છે. દરેક માણસને વિરોધ કરવાનો હક છે, ત્યારે પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. આ સરકારે ખેડૂત વિરોધી કાયદાઓ લાવીને ખેડૂતોના હક છીનવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા તમામ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ મામલે અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર પણ લખ્યો હતો. જ્યારે કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું હતું, ત્યારે કોંગ્રેસ દ્વાર આયોજિત દાંડીયાત્રાની શરૂઆત પહેલા જ 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.