ETV Bharat / city

નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના જામીન મુદ્દે કોર્ટે સરકારને નોટીસ પાઠવી ખુલાસો માગ્યો

અમદાવાદ: હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહારના કેસમાં ધરપકડ કરાયેલી બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની જામીન અરજી મુદ્દે બુધવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 5 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ મેજીસ્ટ્રેટે જામીન ફગાવતા બંને સંચાલિકાઓ દ્વારા સેશન્સ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.

The court issues notice to the government on bail
જામીન મુદે કોર્ટે સરકારને નોટીસ પાઠવી
author img

By

Published : Dec 4, 2019, 7:57 PM IST

ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે, તેમના અસીલ વિરુદ્ધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટિસ આપવની ફરજ પડી છે. ઉપરાંત બંને સાધિકાઓની નોટિસ પાઠવ્યા વિના ધરપકડ કરવામાં આવી છે.

જામીન મુદે કોર્ટે સરકારને નોટીસ પાઠવી

ઉલ્લેખનીય છે કે, 27મી નવેમ્બરના રોજ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે, 30 નવેમ્બરના રોજ નિયત હાઈકોર્ટે બંનેના વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ વિવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે બંને મહિલા આરોપીઓના 27 નવેમ્બર બપોરે 1 વાગ્યે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવા પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માગણી કરવામાં આવી હતી.

Intro:અમદાવાદ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહારના કેસમાં ધરપકડ કરાયેલી બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાની જામીન અરજી મુદે બુધવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ શેસન્સ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધું સુનાવણી 5મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મેજીસ્ટ્રેટે જામીન ફગાવતા બંને સંચાલિકાઓ દ્વારા શેસન્સ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. Body:2 ડિસેમ્બરના રોજ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓની જામીન અરજી ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે બંને વિરુદ્ધ ગંભીર ગુનો છે અને જો તેમને જામીન આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે છે. બંને સાધિકાઓ પર ગુનો ગંભીર પ્રકારનો હોવાથી તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા નથી. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના વકીલ તરફે દલીલ કરવામાં આવી છે કે તેમના અસીલ વિરૂધની ફરિયાદ ખોટી છે. 7 વર્ષ બાદ ગુનામાં સંચાલિકાઓને નોટીસ આપવની ફરજ પડી છે. બંને સાધિકાઓને નોટીસ વગર ધરપકડ કરાયા હોવાની દલીલ કરવામાં  આવી હતી.

ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરના રોજ પોલીસે વધું રિમાન્ડની માંગ ન કરતા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા. 27મી નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી વચ્ચગાળા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. 
બંને સંચાલિકા વતી કોર્ટમાં વચ્ચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જોકે મૂળ રેગ્યુલર જામીન અરજીની સુનાવણી 30મી નવેમ્બરના રોજ નિયત હોઈ કોર્ટે બંનેની વચ્ચગાળાની જામીન અરજી ફગાવી હતી. અગાઉ િવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધું ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યે સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. Conclusion:નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.