અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જો કે દીવાળી આવે તે પહેલા લો પ્રેશર નોર્મલ થઈ જશે. બીજી બાજુ ઉત્તરમાં થયેલી હિમવર્ષા ઠંડીનો સંદેશો લઈને આવી છે, ત્યારે દિવાળીમાં લોકોએ સ્વેટર પહેરવા કે, રેઈન કોટ તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં દિવાળી સુધીમાં ઠંડીનું મોજુ ફરી વળશે. એટલે કે દીવાળીએ શિયાળો જામી જશે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રની લો પ્રેશર સીસ્ટમ ઓમાન તરફ ફંટાઇ છે. વરસાદની નવી સીસ્ટમ ઓમાન તરફ ફંટાતા હવે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના ઓછી છે. પણ દીવાળીમાં ઠંડી ચોક્કસથી શરૂ થશે.