- ગુજરાતમાં પેટા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો
- ભાજપ-કોંગ્રેસ પેટા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે
- મનીષ દોશીએ મુખ્યપ્રધાનના રાજીનામાની માગ કરી
અમદાવાદઃ આજે એટલે કે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કપરાડાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે એક ઝંઝાવાત સભા દ્વારા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની જીત માટે પ્રચાર કર્યો હતો. મુખ્યપ્રધાનની આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેથી ભાજપે આ લોકોને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે બેસવાની વ્યવસ્થા કરી હતી. આ સભામાં મુખ્યપ્રધાને કોંગ્રેસના નેતાઓને ગાંડા ગણાવ્યા હતા. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે પોતાના નેતા સાથે જ અવિશ્વાસ કર્યો છે. જેથી કોંગ્રેસના નેતા પરિવારવાદમાંથી મુક્તિ મેળવવા પ્રયાસ કરવાના છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસને પ્રજાના કામમાં રસ નથી. તેમને માત્ર રાજકારણમાં રસ છે.
કોંગ્રેસ પક્ષની માંગણી, મુખ્યપ્રધાન આપે રાજીનામું
ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવકતા મનિષ દોશીએ ભાજપને વળતો જવાબ આપતાં જણાવ્યું કે, મુખ્યપ્રધાને સંવિધાનનું ઉલ્લંઘન કરીને કપરાડાની સભામાં ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેથી મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ.