ETV Bharat / city

ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં Mobile Addiction છોડાવવા આવેલા 50 ટકા ટીનેજર, સામે આવ્યા આ કેસો

કોવિડ-19ના (Covid-19) સમયગાળામાં સૌ ઘરમાં કેદ જેવી સ્થિતિમાં હતાં ત્યારે મોબાઈલનો પૂર્ણસમય વપરાશ થયો હતો. હવે સતત મોબાઈલ વાપરવાને લઇને મોબાઇલનું વ્યસન ( Mobile Addiction ) પડી ગયું હોય તેવા કેસો સામે આવી રહ્યાં છે. આ પ્રકારના વ્યસન છોડાવવાની કામગીરી અમદાવાદની ગવર્નમેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં કરાવવામાં આવે છે.જેમાં મુલાકાત લેતાં કેટલાક કિસ્સા જાણવા મળ્યાં હતાં.

ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં Mobile Addiction છોડાવવા આવેલા 50 ટકા ટીનેજર, સામે આવ્યા આ કેસો
ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં Mobile Addiction છોડાવવા આવેલા 50 ટકા ટીનેજર, સામે આવ્યા આ કેસો
author img

By

Published : Oct 27, 2021, 5:47 PM IST

  • ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા કિસ્સાઓ આવ્યા સામે
  • સૌથી વધુ મોબાઈલ ગેમ્સ, સોશિયલ મીડિયાનો શિકાર થાય છે ટીનેજ
  • મોબાઈલનું વ્યસન ધરાવતા લોકો લઈ રહ્યા છે સારવાર

અમદાવાદઃ શહેરના દિલ્હી દરવાજા ખાતે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં પહેલીવાર મોબાઈલનું વ્યસન ( Mobile Addiction ) છોડાવવા માટે ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે 15 જેટલા દિવસમાં 24 કેસો સામે આવ્યા છે. જેઓ અત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં ટીનેજ 50 ટકા છે. પરંતુ તેઓને શા માટે મોબાઈલનું વ્યસન થયું, તેઓ કેટલા સમય સુધી મોબાઈલ સ્ક્રીન પર વ્યસ્ત રહેતા હતા ખાસ કરીને ટીનેજર્સ અને યંગસ્ટર્સ માટેના કિસ્સાઓ આંખ ઉઘાડી દે તેવા છે.

કેવી કેવી પ્રવૃત્તિઓથી લાગ્યું મોબાઈલનું વ્યસન

ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં મોબાઈલ એડિક્ટ ( Mobile Addiction ) લોકોમાં પાંચ વર્ષના બાળકથી લઈને 22 વર્ષ સુધીના યંગસ્ટર સામેલ છે. જેમાં તેઓ કલાકો સુધી મોબાઈલ પર સમય વ્યતીત કરતાં હતાં. જેના કારણે કોઈ નાની ઉંમરથી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયું તો કોઈને સોશિયલ મીડિયામાં પ્રેમ થઈ ગયો તો કોઈને ગેમ્સ રમવાનું વળગણ લાગી ગયું. જેના કારણે એડિક્ટ થઈ ગયા અને તેમને લેવી પડી રહી છે સારવાર.

મોબાઈલ પર 6થી 8 કલાક સમય વ્યતીત થતા 5 વર્ષના બાળક અને 17 વર્ષની મહિલા પર જોવા મળી આ અસરો

કિસ્સો : 1

5 વર્ષનું બાળક 6 કલાક મોબાઈલમાં સમય વ્યતીત કરતું હતું

5 વર્ષનો નિશાન (નામ બદલ્યું છે) આ ઉંમરમાં જ મોબાઈલનો આદી બની ગયો હતો. તે દિવસના છ કલાક સુધી સમય મોબાઈલ પર વ્યતીત કરતો હતો. છઠ્ઠા વર્ષે પ્રવેશ કરતા ધોરણ એકમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ઓનલાઈન મોબાઈલનો ઉપયોગ વધુ કરવા લાગ્યો. ત્યારે લોકડાઉન અને કોરોના હોવાથી માતાપિતા પણ બાળક ક્યાંય જાય નહીઁ, મોબાઇલમાં સમય વ્યતીત કરે તે માટે તેને મોબાઈલ આપતા હતાં પરંતુ તેને નાની ઉંમરમાં જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ બનાવી દીધાં હતાં. જેથી તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો અને મોબાઈલ ગેમ સતત રમતો હતો. ઘર અને સામાજિક જીવન સાથેનું કનેક્શન છૂટી ગયું હતું. તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો તે ગુસ્સો પણ કરવા લાગ્યો હતો તેને રાત્રે 3 થી 4 કલાક જ ઊંઘ આવતી હતી. જેના કારણે તેના માતા-પિતાએ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલનો સંપર્ક કરી તેની Mobile Addiction ની સારવાર શરૂ કરાવી.

કિસ્સો : 2

17 વર્ષની ટીનેજરને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ થઈ, ફેક યુવક સાથે 10 કલાક ચેટિંગ કરતી હતી

ધોરણ 11માં ભણતી અધુનાને (નામ બદલ્યું છે.) સોશિયલ મીડિયા પર એક યુવક સાથે ફ્રેન્ડશિપ થઇ. જેના કારણે તે આઠથી દસ કલાક આ યુવક સાથે સોશિયલ મીડિયા પર વાતો કર્યા કરતી ( Mobile Addiction ) હતી. તેની ફ્રેન્ડશીપ અલગ રિલેશનમાં પરિણમી હતી જેના કારણે તે સતત યુવકના વિચારોમાં રહેતી હતી. રાત્રે ઊંઘમાં પણ ઉઠી મોબાઈલ ચેક કર્યા કરતી હતી. પરંતુ થોડા સમય પછી તેને ખ્યાલ આવ્યો કે આ કોઇ યુવક નથી. અન્ય કોઈ ફેક આઈડીથી તેની સાથે કોઈ ચેટિંગ કરી રહ્યું છે. જેના કારણે તેના પર માઈલ્ડ ડિપ્રેશનની અસર થઈ, ડીસ ઓર્ગનાઈઝ બિહેવિયર થઈ ગયું હતું, 24 કલાકમાં 2થી 4 કલાક જ ઉંઘતી હતી. સતત વિચારોમાં ખોવાયેલી રહેતી 17 વર્ષીય અધુનાનું કાઉન્સિલિંગ કરવું પડ્યું અને તેને માઈલ્ડ ડિપ્રેશનની અસર હોવાથી મેડિસન પણ આપવી પડી રહી છે.

મોબાઈલનું વળગણ ધરાવતાં કિસ્સાઓ જાણો
મોબાઈલનું વળગણ ધરાવતાં કિસ્સાઓ જાણો

કિસ્સો 3

સતત ગેમ રમવાથી વિવાનમાં એન્ટી સોશિયલ પર્સનાલિટી ડેવલપ થઇ

ધોરણ આઠમાં ભણી રહેલા વિવાન (નામ બદલ્યું છે.) જેને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. તે સતત મોબાઈલ પર 8 થી 10 કલાક તો ક્યારેક તેનાથી પણ વધુ સમય સુધી મોબાઈલ પર જુદી જુદી ગેમ્સ રમ્યા કરતો હતો. જેના કારણે વિવાનમાં એન્ટી સોશિયલ પર્સનાલિટી ડેવલપ થઇ, તેનો સ્વભાવ તોછડો થયો, ઘરના લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું, મોબાઈલ લઈ લેતા તે જમાવાનું ટાળતો અને ગેમ રમવાથી આક્રમક બનતો હતો. જેથી માતાપિતાએ તેની આ સ્થિતિ ( Mobile Addiction ) જોઈ તેને સારવાર માટે આ હોસ્પિટલમાં લઈ આવ્યાં. જે અત્યારે સારવાર લઈ રહ્યો છે.

મોબાઈલનું વળગણ છોડાવવા માટે ડિજિટલ વેલનેસ સેન્ટર દ્વારા અપાઇ જરૂરી આ ટિપ્સ

  • સવારે ઉઠતાં જ મોબાઇલ ફોન ન જૂઓ
  • તમામ એપ્લિકેશનમાં નોટિફિકેશન બંધ કરી દો
  • બિનઉપયોગી કે જરૂરી ન હોય તેવી એપ્લિકેશન કાઢી નાખો
  • પથારીમાં મોબાઇલ ફોન સાથે લઈને ન સૂવો
  • તમારા ફોનમાં ફોટો કાઢી નાખો અને ક્લાઉડ પર સંગ્રહ કરો
  • તમે ઓફિસમાં નથી અને ઇમેલ જોઈ શકો એમ નથી તે મેસેજ ચાલુ રાખો
  • જે લોકોથી તમને મજા ન આવતી હોય તેવા લોકોને અનફોલો કરો
  • સામાજિક પ્રસંગોમાં મોબાઈલ લીધા વગર જાઓ

આ પણ વાંચોઃ લવજેહાદ:ખંભાતના પીપળોઈમાં વિધર્મી યુવક 24 વર્ષીય હિન્દુ યુવતીને ભગાડી ગયો

આ પણ વાંચોઃ મોબાઈલ ફોનમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા 17 વર્ષીય પુત્રએ પિતાની હત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.