ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થયાનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રદ થયેલા ફોર્મનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મ પૈકી એક ભાવનગર અને 2 ફોર્મ અમદાવાદથી રદ કરવામાં આવ્યા હતા. જેને લઈ તાત્કાલિક સુનાવણી કરવા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટ 15 ફેબ્રુઆરીએ આ મુદ્દે સુનાવણી કરશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થયાનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થયાનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ
author img

By

Published : Feb 11, 2021, 9:01 PM IST

  • ઉમેદવારોનાં ફોર્મ રદ કરવાનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ
  • કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ થયાં હતાં રદ
  • 15 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રદ થયેલા ફોર્મનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મ પૈકી એક ભાવનગર અને 2 ફોર્મ અમદાવાદથી રદ કરવામાં આવ્યા હતા. જેને લઈ તાત્કાલિક સુનાવણી કરવા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટ 15 ફેબ્રુઆરીએ આ મુદ્દે સુનાવણી કરશે.

તકનીકી કારણોસર રદ કરાયાં ફોર્મ

ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો ફોર્મ ભરવા જતા સમયે વાસ્તવિક નામ અને મેન્ડેટમાં લખવામાં આવેલા નામમાં તફાવત હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ એક કિસ્સામાં ટેકેદારને પ્રવેશ ન મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ફોર્મ રદ થયું હતું, જ્યારે ત્રીજા ફોર્મમાં સોગંદનામું નિર્દિષ્ટ ફોર્મ મુજબનું ન હોવાના કારણે રદ કરવામાં આવ્યું હતું.

તાત્કાલિક ન્યાયની માંગણી કરાઈ

આ ઉપરાંત સ્ક્રુટીની સમયે પણ ડિફેક્ટની પુરતી તક ન મળી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ અરજી કરનારાઓમાં દિનેશ પરમાર, દેવલ ચાવડા અને શિલ્પા રાણા સામેલ છે. ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી હોવાથી ઝડપથી ન્યાય મળે તે માટેની ખાસ વિનંતી કરવામાં આવી છે. જો કે, કોર્ટે પણ તાત્કાલિક સુનાવણી થાય તે માટે 15 ફેબ્રુઆરીએ સુનાવણી રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.