- રેલવે કર્મચારીઓને બોનસ ચૂકવાશે
- પીએમ મોદીની ઉપસ્થિતિમાં કેબિનેટે લીધો હતો નિર્ણય
- વર્ગ સી અને ડી રેલવે કર્મીના ખાતાંમાં બોનસ થઈ ગયું જમા
અમદાવાદઃ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 30 લાખ કર્મચારીઓને આ બોનસથી ફાયદો થવાનો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કર્મચારીઓને બોનસ મળતા તેઓ દીવાળીના તહેવારમાં સારી રીતે ખરીદી કરી શકશે. પરિણામે અર્થતંત્રમાં પણ લગભગ 3700 કરોડ રૂપિયા જેટલી રકમ ઠલવાતાં અર્થતંત્ર વેગવંતું બનશે.વેસ્ટર્ન રેલવેના 85 હજાર જેટલા નોન-ગેઝેટેડ ર્મચારીઓને ફાયદો - રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓ પણ કેટલાક સમયથી 2019-20 ના બોનસની માગ કરી રહ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે, રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી 2019-20ના બોનસની માગ કરી રહ્યાં હતાં. હવે બોનસની જાહેરાત થતા રેલવે કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. પશ્ચિમ રેલ્વે કર્મચારી યુનિયનના પ્રમુખ આર.સી.શર્માએ જણાવ્યું હતું કે, 20 ઓક્ટોબરે રેલવે કર્મચારીઓએ બોનસ માગ દિવસ મનાવ્યો હતો. જો 21 ઓક્ટોબર સુધી બોનસની જાહેરાત ન થાત તો તેઓ 22 ઓક્ટોબરે રેલ રોકો આંદોલન પણ કરવાના હતાં.રેલવેના નોન ગેઝેટેડ કર્મચારીઓ પણ કેટલાક સમયથી 2019-20 ના બોનસની માગ કરી રહ્યાં હતાં
- વેસ્ટર્ન રેલવેના 85 હજાર જેટલા નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો
પરંતુ કેન્દ્રના નિર્ણયથી વેસ્ટર્ન રેલવેના 85 હજાર જેટલા નોન-ગેઝેટેડ ર્મચારીઓને ફાયદો મળશે. તેઓ ખરીદી કરતા માર્કેટમાં પણ પૈસા ફરતાં થશે. બીજી તરફ તેમને પ્રોડક્ટિવિટી બેઝ બોનસ આપવામાં આવે છે, બોનસ એકટ અંતર્ગત નહીં. મહિનાના 7,000 લેખે બોનસની સીમા બાંધી દેવામાં આવી છે. 78 દિવસના બોનસ લેખે લગભગ 17 હજાર રૂપિયાની આસપાસ બોનસ, રેલવેના કર્મચારીઓના ખાતામાં જમા થઈ ચૂક્યું છે. જો કે વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયનના પ્રમુખ આર.સી.શર્માએ એમ પણ જણાવ્યું હતું કે, 130 કરોડથી વધુ વસ્તીવાળા દેશમાં લગભગ 30 લાખ લોકોને બોનસ મળવાથી અર્થતંત્રને કોઈ મોટો ફાયદો થાય તેવી આશા રાખવી વધુ પડતી છે.
રેલવે કર્મચારીઓના ખાતામાં બોનસ જમા થતાં ખુશખુશાલ, મોદી કેબિનેટમાં લેવાયો હતો નિર્ણય - કોરોના
કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. તે મુજબ દશેરા પહેલાં કર્મચારીઓના ખાતામાં બોનસ જમા કરવા સરકારે આદેશ કર્યો છે. જે અંતર્ગત આજે વર્ગ-સી અને ડીના રેલવે કર્મચારીઓના ખાતામાં બોનસ જમાં પણ થઈ ચૂકયું છે.
![રેલવે કર્મચારીઓના ખાતામાં બોનસ જમા થતાં ખુશખુશાલ, મોદી કેબિનેટમાં લેવાયો હતો નિર્ણય રેલવે કર્મચારીઓના ખાતામાં બોનસ જમા થતાં ખુશખુશાલ, વર્ગ સી અને ડી કર્મચારીઓને જમા પણ થઈ ગયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9271509-thumbnail-3x2-railway--union-bonus-7209112.jpg?imwidth=3840)
રેલવે કર્મચારીઓના ખાતામાં બોનસ જમા થતાં ખુશખુશાલ, વર્ગ સી અને ડી કર્મચારીઓને જમા પણ થઈ ગયું