ETV Bharat / city

PM Security Breach Punjab: અમદાવાદમાં ભાજપે ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી કર્યું મશાલ રેલીનું આયોજન - અમદાવાદમાં ભાજપની મશાલ રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત (PM Security Breach Punjab) દરમિયાન તેમની સુરક્ષામાં મોટી બેદરકારીની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને ભાજપે સમગ્ર દેશમાં આ મુદ્દે કોંગ્રેસનો વિરોધ કર્યો છે. પ્રદેશ ભાજપના યુવા મોરચા દ્વારા આ ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી મશાલ રેલીનું (BJP torch rally In Ahmedabad) આયોજન કરવામાં આવ્યું હતું.

BJP organized a torch rally
BJP organized a torch rally
author img

By

Published : Jan 7, 2022, 10:50 AM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત (PM Security Breach Punjab) દરમિયાન તેમની સુરક્ષામાં મોટી બેદરકારી જોવા મળી હતી. આ માટે કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા પંજાબ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવ્યો છે. તો બીજી તરફ પંજાબ સરકારે પણ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી દીધી છે. પંજાબ રાજ્ય કોંગ્રેસ શાસિત સરકારનું હોવાથી ભાજપે આ ઘટનાને એક કાવતરું ગણાવી છે.

પંજાબમાં વડાપ્રધાન સાથે ઘટેલ ઘટનાનાનો ભાજપે કર્યો ઉગ્ર વિરોધ

ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી મશાલ રેલીનું આયોજન કરાયું

પંજાબની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને ભાજપે સમગ્ર દેશમાં આ મુદ્દે કોંગ્રેસનો વિરોધ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની આગેવાનીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના અગ્રણી નેતાઓએ આ ઘટના અંગે રાજ્યપાલે આવેદન પત્ર આપ્યું હતો. પ્રદેશ ભાજપના યુવા મોરચા દ્વારા આ ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય (Congress State Office In Ahmedabad) સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું

આ રેલીમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપના સંગઠન પ્રધાન મહેશ કસવાલા, એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા. આ રેલીમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું હતું પરંતુ પોલીસે આ રેલીને કોંગ્રેસ કાર્યાલય સમક્ષ જતા અટકાવવામાં સફળતા મેળવી હતી.

પંજાબની ઘટના એક સુનિયોજિત કાવતરું: મહેશ કસવાલા

પ્રદેશ ભાજપના સંગઠન પ્રધાન મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને એક એવા ઓવરબ્રિજ ઉપર ફસાવી દેવામાં આવ્યો હતો કે, જ્યાં એક તરફ ખાલિસ્તાનીઓ હતા અને બીજી તરફ પાકિસ્તાનની બોર્ડર ત્યાંથી ફક્ત દસ કિલોમીટર દૂર હતી. આમ વડાપ્રધાનના જીવને જોખમમાં મૂકવાનું આ કોંગ્રેસનું એક આયોજિત કાવતરું હતું.

વડાપ્રધાનને હરાવી ન શકતી કોંગ્રેસે નિમ્ન હરકત કરી: રાકેશ શાહ

એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વડાપ્રધાનને હરાવી શકતી નથી. તેથી વડાપ્રધાનને અસુરક્ષિત જગ્યાએ ફસાવીને કોંગ્રેસે નિમ્ન હરકત કરી છે. દેશમાં આ ઘટનાથી કોંગ્રેસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Online Education In School: ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે જીતુ વાઘાણીને પત્ર લખ્યો, ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ

આ પણ વાંચો: Jammu- Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો કરાયા જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.